Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટમાં પ્રથમ ક્રમે અને રોજગારીમાં ત્રીજા ક્રમે

વિશ્વમાં ભારત વસ્તુઓ ખરીદનાર સૌથી મોટું માર્કેટ છે પરંતુ આપણી જરૃરિયાત જેટલું પ્રોડક્શન આપણે કરી શકતા નથી. જરૃરિયાત અને પ્રોડક્શન ગેપ પૂરવા માટે સરકારે શરૃ કરેલા મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટમાં ગુજરાતનું કેટલું ભવિષ્ય છે એ વિષય પર અમદાવાદના પૂર્વ કલેક્ટર રાજકુમાર બેનીવાલનું વ્યાખ્યાન એએમએ ખાતે યોજાયું હતું. જેમાં 'ધ ફ્યુચર ઓફ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઈન ગુજરાત ઈન ધ કોન્ટેક્સ ઓફ મેક ઈન ઇન્ડિયા' વિષય પર ચર્ચા થઇ હતી.

મેક ઈન ઇન્ડિયાના આધાર પર ગુજરાતનું ભવિષ્ય કેવું એ વિષય પર રાજકુમાર બેનીવાલ કહે છે કે, ગુજરાત હાલમાં એટલું પ્રબળ છે કે વિશ્વની કોઈ પણ કંપની ખૂબ યોગ્ય રીતે અહિંયા કામ કરી રન કરી શકે છે. કારણ કે ગુજરાતમાં ગેસ ગ્રીડ, વોટર સપ્લાય, પોર્ટ, રેલવે, રોડ અને સ્પેશ્યલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. ગુજરાત દ્વારા મેક ઈન ઇન્ડિયાના કોન્ટેક્સ્ટમાં બ્રાન્ડિંગ કરવામાં આવે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્યાઈડ ઈકોનોમી રિસર્ચ દ્વારા ગુજરાતને ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ માટે પ્રથમ એવોર્ડ અપાયો હતો. આજના દિવસે ગુજરાતીઓને શેર માર્કેટમાં ૩૦ ટકા ભાગ છે અને ગુજરાતમાં ૪૧ ટકા પોર્ટ જે દેશના વિકાસમાં કામ કરે છે.
 

Post Comments