Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બધાં પ્રકારના હેમરેજમાં બ્રેઈન હેમરેજ એ વધુ ગંભીર પરિસ્થિતિ સર્જે છે

ગુજરાત વિશ્વકોશમાં ડૉ. સુધીર શાહનું સ્ટ્રોક (પેરાલિસીસ) સાવચેતી, સમસ્યા અને સમાધાન વિશે વક્તવ્ય યોજાયું., ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા સ્વાસ્થ્ય-યોગ શ્રેણીના ઉપક્રમે જાણીતા ન્યૂરોફીઝીશયન ડો. સુધીર શાહ પેરાલીસીસ અથવા સ્ટ્રોક (પક્ષાઘાત) સાવચેતી, સમસ્યા અને સમાધાન એ વિષય પર વક્તવ્ય આપ્યું. વક્તવ્ય આપતા તેઓએ કહ્યું કે આપણા દેશમાં પક્ષાઘાત એટલે કે લકવાનો રોગ એક અત્યંત પ્રચલિત રોગ છે અને વ્યક્તિને હૃદયરોગ કે કેન્સર કરતાં પણ આ રોગનો સવિશેષ ભય લાગે છે. બધાં પ્રકારના હેમરેજમાં બ્રેઈન હેમરેજ એ વધુ ગંભીર પરિસ્થિતિ સર્જે છે અને જે જીવલેણ પણ નીવડી શકે. હેમરેજ મોટેભાગે નળી ફાટવાથી થાય છે અને પક્ષાઘાત (સ્ટ્રોક) થતાં શરીરની જમણી અથવા ડાબી બાજુ પર અચાનક પક્ષાઘાતનો હુમલો થાય છે અને એમાં પણ ખાસ કરીને બોલવાની, સમજવાની અને જોવાની શક્તિ પર અસર થાય છે. પક્ષાઘાત ન થાય તે માટે કેવી કેવી સાવચેતી લેવી જોઈએ અને જેઓને પક્ષાઘાત (સ્ટ્રોક) આવી ચૂક્યો છે, તેઓએ એ સમસ્યાનો સામનો કરીને ઉકેલ શોધવો જોઈએ તે વિશે સુધીર શાહ વિસ્તૃત છણાવટ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બ્રેન સ્ટોક અને હાર્ટની સમસ્યાઓ ખાસ કરીને થાય છે.  ૧૯૯૬માં જ્યારે હું અમેરિકા ગયો ત્યારે ત્યાં સ્ટ્રોકની ટ્રીટમેન્ટ અને સારવાર કેવી રીતે અપાય છે તે મે જાણ્યું અને એ પદ્ધતિ આપણા દેશમાં પણ શરૃ કરી. સ્ટ્રાક આવવાથી માત્ર દર્દીની જ સમસ્યા નથી રહેતી એ દર્દીની સારવાર, કુટુંબ, એ લોકોને માનસિક ત્રાસ, આથક અગવડ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. એટલે સ્ટ્રોક વ્યક્તિ પૂરતો જ માત્ર મર્યાદિત નથી એ ક્યારેક વિશ્વને કે રાષ્ટ્રને પણ તકલીફ કરી શકે છે. બ્રેનની નળી બ્લોક થાય એટલે બ્રેન સ્ટ્રાક આવે અને થોડી જ ક્ષણોમાં લકવાગ્રસ્ત થાય. સ્ટ્રોક આવવાથી ક્યારેક મૃત્યુ પણ થાય છે.
 

Post Comments