Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મારા કરતાં ભારતીય વિદ્યાર્થીઓ સ્વિડન અંગે વધુ જાણે છે તે જોઈ ચકિત થઈ જાઉ છું

- સ્વિડનના કોન્સ્યુલેટ જનરલ જેન કેમ્પબેલ વેસ્ટલિન્ડ કહે છે કે

NID ખાતે ૧૧મી સ્વિડન ઈન્ડિયા નોબેલ મેમોરિયલ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું

આવર્ષની સ્વિડન ઈન્ડિયા નોબેલ મેમોરિયલ ક્વિઝના ક્વોલિફાઈંગ રાઉન્ડનું આયોજન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) ખાતે કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં સ્વિડનના સંગીત, કલ્ચર, આર્ટ તેમજ નોબેલ પ્રાઈઝ વિજેતાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરની કોલેજના આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ રાઉન્ડમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ ઓક્ટોબરમાં દિલ્હી ખાતે યોજાનારા ફાઈનલ રાઉન્ડમાં ભાગ લેવા જશે. ફાઈનલ રાઉન્ડમાં જીતનાર વિજેતાઓને સ્વિડનની પેઈડ ટ્રીપ ઈનામ સ્વરૃપે મળશે. જેમાં તેઓ ત્યાંની પાર્ટનરિંગ કંપનીઓ, સ્વિડનની યુનિવર્સિટી અને નોબેલ મ્યુઝિયમના મુખ્યાલયોની મુલાકાતે જઈ શકશે.  આ પ્રસંગે અમદાવાદ આવેલા સ્વિડનના કોન્સ્યુલેટ જનરલ જેન કેમ્પબેલ વેસ્ટલિન્ડે કહે છે કે, 'ભારત અને સ્વિડનના સંબંધો હંમેશાથી હૂંફાળા રહ્યા છે. આ નોબેલ મેમોરિઅલ ક્વિઝ અમારા માટે આજના વિદ્યાર્થીઓ અને આવતીકાલના ઉદ્યોગસાહસિકો સાથે ઈન્ટરેક્ટ કરવા માટેનું માધ્યમ છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતની યંગ જનરેશન સ્વિડન અંગે જાણે પણ ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સ્વિડન અંગે મારા કરતા વધારે જાણે છે તે જોઈ હું ચકિત થઈ જઉ છું. અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વિડન ભણવા આવવા માટે આવકારીએ છીએ ત્યાં બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા વધુ છે. ભારતના આઈટી પ્રોફેશનલની ત્યાં બહુ માંગ છે.

Post Comments