Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માણસના શરીર કરતાં તેના વિચારોનું અસ્તિત્વ વધુ હોય છે

યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા નાટયકાર નિમેષ દેસાઈને 'જ્યાં હતા ત્યાં જ' નાટક ભજવી  નાટયાંજલિઅર્પણ કરાઈ
બીજાની કાયામાં પ્રવેશતા પોતાની કાયાનું ધ્યાન ન રાખ્યું અને અંતે નાટયજગતમાંથી કાયમ માટે વિદાય લઈ ચૂકેલા નિમેષ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ સાથે ઘણા સમયથી જોડાયેલા રહ્યા હતા અને પત્રકારત્વના વિદ્યાર્થીઓને નાટયકલાની સાથે સાથે જીવનના પણ પાઠ શીખવ્યા હતા, તેવા નાટયકારની જ્યારે દુનિયામાંથી વિદાય થાય છે ત્યારે નાટય જગતમાં મોટી ખોટ સાલે છે. આ ખોટને પુરી તો ન શકાય પણ તેમની આત્માને શાંતિ મળે તે હેતુથી પત્રકારત્વના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા 'પર કાયા પ્રવેશ' નાટક  ભજવીને 'નાટયાંજલિ' અર્પણ કરાઈ હતી.
આ અંગે વાત કરતા પત્રકારત્વ વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ સોનલ પંડયા કહે છે કે, અમારા વિભાગના વિદ્યાર્થીઓને વર્ષો સુધી નિમેષભાઇ દેસાઈએ કંઈકને કંઈક આપ્યું છે જે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી, નિમેષજીના ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા પ્રસંગોને યાદ કરવા અને તેમને નાટયાંજલિ અર્પણ કરવા ડિપાર્ટમેન્ટ પર વિદ્યાર્થીઓ દ્વારા નાટયપ્રસ્તુતિ કરાઈ હતી તેમજ નિસર્ગ ત્રિવેદીને આમંત્રિત કર્યા હતા જેથી તેઓએ નિમેષભાઇ દેસાઈની કેટલીક વિશેષતાઓ અને નાટય પ્રેમની વાત કરી હતી.
નિસર્ગ ત્રિવેદીએ વાત કરતા કહ્યું કે માણસના શરીર કરતા તેના વિચારોનું અસ્તિત્વ હોય છે અને તે વિચારો નિમેષ દેસાઈ આપણને આપીને ગયા છે, નિમેષ દેસાઈએ અત્યાર સુધી ૧૦૬ નાટક દિગ્દર્શન કર્યા હતા જેમાંથી એક પણ નાટક પૈસા કમાવવાના હેતુથી નહી સમાજને કંઈક મેસેજ આપવા તૈયાર કર્યા હતા.
સોશિયલ માધ્યમ દ્વારા થતા પ્રેમની પરિભાષા
પત્રકારત્વના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ માત્ર દસ દિવસમાં 'જ્યાં હતા ત્યાં જ' નાટક તૈયાર કર્યું હતું. આ નાટકનું દિગ્દર્શન પ્રફૂલ પંચાલ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને કર્યું હતું. આ નાટકમાં પહેલાના સમયનો પ્રેમ અને અત્યારે સોશ્યલ માધ્યમ દ્વારા થતા પ્રેમ અને શિક્ષણની પરિભાષા સમાજાવી હતી. અત્યારે સોશ્યલ માધ્યમ દ્વારા થતા પ્રેમમાં યુવક-યુવતી એક બીજાના સંપર્કમાં આવે છે અને તેઓની પ્રેમની ભાષા કે પ્રેમનું સ્વરૃપ કેવુ હોય છે તેની વિશેષ પ્રસ્તુતી કરાઈ હતી.
 

Post Comments