Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેરિટેજ રિવાઇવલથી એમ્પલોયમેન્ટ અને ઇનકમમાં વધારો થશે

સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટમાં હેરિટેજ રિવાઇવલ પર મેવાડનો કેસ સ્ટડી રજૂ કરાયો
હેરિટેજ ક્લચર અને ટુરિઝમ વધારવા માટે હેરિટેજ સાઇટ્સનું રિવાઇવલ થયું અત્યંત જરુરી છે. તેમ સર સયાજીરાવના પ્રપોત્ર હિંમતબહાદુર જિતેન્દ્રસિંહ ગાયકવાડે અમદાવાદ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસને હેરિટેજ રિવાઇવલ વિશે વાત કરતા કહ્યું હતું કે, અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હેરિટેજ રિવાઇવલના ફાયદા જાણવા જરૃરી છે. હેરિટેજનું રિવાઇવલ કરવાથી ઇનકમ અને એમ્પલોયમેન્ટમાં ઘણો વધારો પણ શક્ય છે, કારણ કે મુલાકાતીઓે હંમેશા હિસ્ટોરીક પ્લેસ પર આવતા હોય છે. તો ક્યારેક શુભપ્રસંગોએ પણ લોકો હેરિટેજ સ્થળોની મુલાકાત લેતા હોય છે. તેના દ્વારા એમ્પલોયમેન્ટ અને ઇનકમ મેળવી શકાય છે. હેરિટેજ રિવાઇવલની પ્રક્રિયા સમજવા માટે રાજસ્થાનના મેવાડનો કે સ્ટડી ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. કેસ સ્ટડી બનાવવા માટે સ્ટુડન્ટ ગૌરવ મંડલોઇની મદદ લેવામાં આવી હતી.
રિવાઇવલ સમયે રાજઘરાનાની હિસ્ટ્રીને ધ્યાનમાં લેવી
હેરિટેજ સાઇટ્સને રિવાઇવલ કરતા સમયે રાજ ઘરાનાનાં ઇસ્ટદેવની હિસ્ટ્રી, રાજચિન્હ, રાજ નિશાન, રાજ ગાદી અને રાજગાદી પર બિરાજમાન ફેમિલીની વિગતોને ધ્યાનમાં રાખવી જોઇએ. કારણ કે, ઉપયુક્ત વિગતો હોવાથી મુલાકાતીને સ્થળના શાસકોની પુરતી વિગત મળી શકશે અને હેરિટેજ સ્થળનાં ઇતિહાસથી તેઓ અવગત થશે.
હેરિટેજ રિવાઇવલના કેટલાક ફાયદા
હેરિટેજ રિવાઇવલના ફાયદા વિશે તેમણે કહ્યું કે, રિવાઇવલથી શહેરની અસ્મિતા સચવાશે, એમ્પલોયમેન્ટ વધશે, ટુરિઝમ ડેવલપમેન્ટ, ઇનકમ વધશે અને હેરિટેજની જાળવણી થશે. રિવાઇવલથી એમ્પલોયમેન્ટ અને ટુરિઝમ સેક્ટરમાં ચોક્કસ વધારો જોવા મળશે. હેરિટેજની જાળવણી કરવા માટે સૌપ્રથમ લોકોમાં હેરિટેજ બચાવવા વિશે જાગૃતતા કેળવવી પડશે.
અમદાવાદથી નજીક હોવાથી મેવાડની કેસ સ્ટડી લેવાઇ
મેવાડ અમદાવાદથી ૨૫૦ કિ.મી. દૂર હોવાથી હેરિટેજ રિવાઇવલ માટે મેવાડ પર પસંદગી કરવામાં આવી હતી. મેવાડમાં હેરિટેજ મેનેજમેન્ટ અને હેરિટેજ રિવાઇવલ ઘણા સમયથી કરવામાં આવે છે. જેના પરિણામ પણ પોઝીટીવ હોવાથી મેવાડનો કે સ્ટડી અમદાવાદ માટે લેવામાં આવ્યો છે.
 

Post Comments