Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ બિઝનેસ ડાયલોગમાં અમદાવાદી સ્ટુડન્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સાબરમતીમાં રહેતા અને જે.જી.કોમર્સ કોલેજના હર્ષ મોહનાણી ૬થી ૧૦ માર્ચ દરમિયાન જર્મનીમાં યોજાનારા વર્લ્ડ બિઝનેસ ડાયલોગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ કોન્ફરન્સમાં ભારતમાંથી ૪૦ સ્ટુડન્ટ જશે જ્યાં બિઝનેસ સ્ટાર્ટઅપ પર ટૉક યોજાશે. વર્લ્ડ બિઝનેસ ડાયલોગએ વિશ્વના નવા એન્ટરપ્રિન્યોર માટે ગાઇડલાઇન સમાન છે જ્યાં વિશ્વના અનેક ઉભરતાં એન્ટરપ્રિન્યોેર ભવિષ્યની બિઝનેસ સ્ટ્રેટજી પર ચર્ચા કરે છે

આજે વિશ્વનો એવો કોઇ દેશ નહિ હોય કે જેમાં ગુજરાતીઓ ધંધો ન કરતા હોય. જે સમયમાં અમેરિકનોને પણ ધંધામાં ગુજરાતીઓ હંફાવે છે ત્યારે જર્મનીમાં યોજાનાર 'વર્લ્ડ બિઝનેસ ડાયલોગ'માં ભાગ લેનાર સાબરમતીમાં રહેતો માત્ર ૧૯ વર્ષનો હર્ષ મોહનાણી એકમાત્ર અમદાવાદી છે. અમદાવાદમાં જન્મેલો અને ભણેલો હર્ષ હાલમાં જે.જી.કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિશ્વના સ્ટાર્ટઅપ કરતા યુવાનોના વિચારો અને તેમના પ્લાનિંગનું આદાન પ્રદાન કરવા માટે આ 'વર્લ્ડ બિઝનેસ ડાયલોગ'એ યુવાનો માટે અતિમહત્વની છે.

આ વખત યોજાનારી ૨૦મી કોન્ફરન્સનો મુખ્ય થીમ 'અક્ષય વિકાસ' છે. જે સમયમાં વિશ્વમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને કુદરતી સંસાધનો દૂરપયોગ વધી રહ્યો છે એવા સમયમાં ટેકનોલોજીને કારણે કુદરતી સંસાધનોના ઉપયોગથી અક્ષય વિકાસ કેમ કરવો. આ કોન્ફરન્સ માટે અમદાવાદમાંથી પાંચ વિદ્યાર્થીએ અરજી કરી હતી જેમાંથી હર્ષે લખેલા અક્ષય વિકાસ અને જર્મનીની ઇકોનોમી પરના નિબંધ પરથી તેનું સિલેક્શન થયું છે.

આ કોન્ફરન્સમાં ભારતમાંથી ૪૦ વિદ્યાર્થી અને વિશ્વમાંથી ૨૫૦ વિદ્યાર્થી ભાગ લેશે અને તેનું આયોજન માત્ર વિશ્વમાંથી ૨૫  વિદ્યાર્થીની ટીમ કરે છે. હર્ષ મોહનાણી કહે છે કે હું ૧૨મા ધોરણમાં હતો ત્યારે જ નક્કી કરેલું કે ધંધો જ કરીશ. મારે નોકરી એટલા માટે નથી કરવી કારણ કે આજે ૯૦ ટકા નોકરીયાત સ્થાયી નથી અને તેમને પુરતા પગાર મળતા નથી.આ કોન્ફરન્સમાં સિલેક્ટ થવા પાછળ મારો પર્સનલ પ્રોફાઇલ સ્ટ્રોંગ હતો અને મારા નિબંધે મોટો ભાગ ભજવ્યો.

હું બી.કોમ.ના પ્રથમ વર્ષથી જ વટવાની કેમિકલ કંપનીમાં બિઝનેસ ડેવલપર તરીકે કામ કરતો હતો. મારૃ ંએવું માનવું છે કે દરેક માણસની ત્રણ પ્રાથમિક જરૃરિયાત છે રોટી, કપડાં, મકાન આથી હું ગારમેન્ટ સેક્ટરમાં બિઝનેસ ડેવલપ કરીશ. હું બોયઝ માટે નવા ટી-શર્ટની ડિઝાઇન સાથે બજારમાં આવીશ. હું ઓનલાઇન માર્કેટિંગથી બિઝનેસ ડેવલપ કરીશ.

Post Comments