Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં નારી શક્તિનું યોગદાન પુરુષો કરતા ક્યારેય ઓછું આંકી ન શકાય

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં યોજાયેલું 'ીઓ અને જાહેરજીવન-આઝાદી પૂર્વે અને પછી' વિશે વ્યાખ્યાનમાં રક્ષાબેન વ્યાસે નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં દર મહિનાના છેલ્લા બે બુધવારે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાાનવિજ્ઞાાન વ્યાખ્યાનશ્રેણી નિયમિત રીતે યોજાય છે. રાજ્યનાશાના પૂર્વ પ્રાધ્યાપક રક્ષાબહેન વ્યાસ રાજકારણના પણ ઉંડા અભ્યાસી છે. તેમણે આ બુધવારે ીઓને જાહેરજીવન વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું . એક વખતનું અવગણાયેલું મહિલા વિશ્વ આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે.

તબીબી જગત, વિજ્ઞાાન-સંશોધન, રાજકારણ, સમાજકારણથી આગળ વધીને લશ્કરી ક્ષેત્રે કે હવાઈદળના ક્ષેત્રમાં મહિલાઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અગ્નિ-૫ મિસાઈલના સંશોધન માટે કામ કરનાર ટેસી થોમસ તેમના સંશોધનને પરિવારથી પણ આગળ મૂકે છે. વિશ્વની ત્રણ પોલાદી મહિલાઓમાં ગોલ્ડા મેર, ઈન્દિરા ગાંધી અને માર્ગોરેટ થ્રેચર ગણના પામે છે.

પારિવારિક કામગીરી કરતાં કરતાં આપસૂઝથી વૈજ્ઞાાનિક શોધો કરનાર જોસેફાન કોચરેન ૧૮૮૬માં ડીશ વોશરની શોધ કરે છે તો ટાઈપ કરતા કરતા ચેક-ચાક કરી શકાય તેવી સફેદ શાહીની શોધ બેટે ગ્રેહામ કરે છે. કમ્પ્યુટરની ભાષાની શોધ ગ્રેસ મૂરી હોપર કરે છે. આ બધી મહિલાઓ ઘરેલુ કાર્યોથી આગળ વધી આશ્ચર્યચકિત કરનાર શોધો વિશ્વને ભેટ ધરે છે.

આ સાથે અલ્પ શિક્ષિત ભારતીય મહિલાઓ પણ જરાકે પાછી પડી નથી. રાણી રાસમણિદેવીએ અંગ્રેજ સરકાર 'જલ કરદ પાછો ખેંચી લેવાની ફરજ પાડી માછીમારોના હિતોનું રક્ષણ કરેલું. રાણી લક્ષ્મીબાઈ જેવી જ વીરાંગના બેગમ હઝરત મહલએ ૧૮૫૭ના ભારતના પ્રથમ સ્વાતંર્ત્ય સંગ્રામનું નેતૃત્વ કરેલું. નારીવાદના આ વિવિધ તબક્કાઓની વિચારણા અને સમજ વિશે તેઓએ વાત કરી હતી.

Post Comments