Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેકેશનમાં ફરવાના શોખીનોમાં દાર્જિલિંગ, સિક્કિમ હોટ ફેવરિટ

ધીરે ધીરે હવે ઉનાળાની શરૃઆત થઈ રહી છે. શાળા કોલેજોમાં પણ હવે એક્ઝામનો માહોલ જામી રહ્યો છે ત્યારે સ્કૂલ કોલેજના વેકેશન બાદ કેટલાંક હરવા ફરવાના શોખીન ગુજરાત બહાર નેચરને માણવા અને ગરમીથી રાહત મેળવવા માટે જતા હોય છે. સમર વેકેશનનું પ્લાનિંગ થઈ રહ્યું છે , આ વખતે હિમાચલ પ્રદેશ, લેહ હદાખ સિવાય અત્યારે ઉત્તરભારતમાં વધારે પ્રચલિત અને જેનો વધુ ટ્રેન્ડ છે તેમાં સિક્કિમ, ગંગટોક અને દાર્જલિંગ ટોપ પર છે. હરવા ફરવા માટે અત્યારથી કેટલાંક ફેમિલીએ તો ટુર એજન્ટ્સ પાસે બુકિંગ પણ કરાવી લીધું છે. તેઓના મતે હાલ સિક્કિમનું ગંગટોક અને દાર્જલિંગ ટોપ પર છે.

દાર્જલિંગ વેસ્ટ બંગાળ તરફ હિમાલયમાં વસેલું છે. તે ૬૭૦૦ ફૂટ ઉંચાઈ પર આવેલું છે. માર્ચથી જૂન દરમિયાન દાર્જલિંગનો પ્રવાસ કરવો યોગ્ય છે. દાર્જલિંગને 'ક્વીન ઓફ ધી હિલ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. દાર્જલિંગમાં ઉંચા ઉંચા સુંદર નયન રમ્ય પહાડો આવેલા છે. વળી ત્યાં ચાના બગીચા પણ આવેલા છે અને ત્યાં બ્લેક ટી ખૂબ જ ઉત્પાદન થાય છે. ઉપરાંત દાર્જલિંગ એક હેરિટેજ 'દાર્જલિંગ હિમાલયા રેલવે' ધરાવે છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પણ જાહેર કરી છે. ત્યા દરેક જગ્યાએ ફૂલો પણ નજરે પડે છે. દાર્જલિંગમાં દાર્જલિંગ હિમાલયા રેલવે, સિંગાલીયા નેશનલ પાર્ક, પદ્મજા નાયડુ હિમાલયા ઝૂઓલોજી પાર્ક, ટાઈગર હીલ, ઓબ્ઝર્વેટરી હીલ, બટાસીયા લૂપ, હેપ્પી વેલી ટી એસ્ટેટ, જોય્સ પબ, જાપીનીસ પીસ પેગોડા અને નીયોરા વેલી નેશનલ પાર્ક ટોપ ટેપ હરવા ફરવા લાયકના બેસ્ટ સ્થળ છે. અમદાવાદથી દાર્જલિંગ જવા માટે અમદાવાદથી ટ્રેન દ્વારા પહેલાં કોલકત્તા અને ત્યાંથી બાય ટ્રેન જલપઈગુરી અને ત્યાંથી દાર્જલિંગ સરળતાથી પહોંચી શકાય છ. આ સિવાય જો બાય ફ્લાઈટ જવું હોય તો અમદાવાદથી સીધી જ દાર્જલિંગની ફ્લાઈટ પણ મળી રહે છે.

સિક્કિમ ચીન, નેપાળ અને ભૂતાનની સરહદે આવેલું છે અને તેનું પાટનગર ગંગટોક છે. સિક્કિમમાં ફરવા સાથે તેના પાટનગર ગંગટોકની મુલાકાત લેવી જેવી છે. સિક્કિમ અને ગંગટોકમાં કાંચેન્જોન્ગા નેશનલ પાર્ક, નથુન લા પાસ, સાંગો લેક, હિમાલયા ઝૂલોજીકલ પાર્ક, રમતેક મોનાસ્ત્રે, નામચી, એમજી માર્ગ, હનુમાન ટોક, શિવ મંદિર, રાંકા આશ્રમ,વગેરે ફરવા લાયક સ્થળો છે. અમદાવાદથી સિક્કિમ જવા માટે ત્યાં એરપોર્ટ ના હોવાથી ગંગટોકથી ૧૨૪ કિ.મી. આવેલા બદગદોગરા એરપોર્ટ સુધી જવુ પડે છે. ત્યાંથી બાય રોડ સિક્કિમ પહોંચી શકાય છે.

Post Comments