Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખામી અને ખૂબીને જાણવાનો પ્રયત્ન કરો

આત્મવિશ્વાસનો અભાવ માનવીને જીવનમાં આગળ વધતો અટકાવે છે. વાસ્તવમાં પ્રત્યેક માનવીમાં પૂરતો આત્મવિશ્વાસ હોવો અતિ આવશ્યક છે. જો તમારામાં તેનો અભાવ હોય તો નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આટલી ટિપ્સને અનુસરો.

તમારી સફળતાની યાદી બનાવો. તમે ક્યારેય એમ ન વિચારો કે ચોક્કસ કામ તમે સારી રીતે નથી કરી શકતા. વાસ્તવમાં દરેક વ્યક્તિમાં કોઈક અનોખો ગુણ હોય છે. જરૃર હોય છે આ ખૂબી શોધી કાઢવાની. આને માટે તમે તમારી ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે જે બાબતમાં સક્ષમ હો તેને માટે ગર્વ અનુભવવામાં કે તેનો યશ લેવામાં કાંઈ ખોટું નથી.

કોઈની મદદ લીધા વિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવી હોય તો અરીસા સામે ઊભા રહીને ચહેરો મલકાવો. આમ કરવાથી તમારામાં પોતાની જાત પ્રત્યે પ્રેમની લાગણી ઊભરાશે, જે આત્મવિશ્વાસ માટે ખૂબ જરૃરી છે. આ ઉપરાંત દર્પણ સામે ઊભા રહીને તમે એમ પણ વિચારો કે તમે પોતે તમારા માટે કેટલા કિંમતી છો. રોજ આમ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

બીજાઓની ઈર્ષ્યામાં બળ્યા કરવા કરતાં તમે પોતે સફળતાના શિખરો સર કરવાના પ્રયાસોમાં જોતરાઈ જાઓ. અન્યો પાસે જે છે તે મેળવવાના ફાંફાં મારવાને બદલે તમે પોતે જે ઇચ્છે છો તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

આ ઉપરાંત તમારી પાસે શું શું છે તેની યાદી તૈયાર કરો અને આ બધું મેળવી શકવા બદલ ઇશ્વરનો પાડ માનો. તમારી પાસે જે છે તે હંમેશાં યાદ રાખો. શક્ય છે કે તમારી પાસે જે છે તે બીજા ઘણાં લોકો પાસે ન પણ હોય.

આત્મવિશ્વાસ લાવવા તમારી જાત વિશે વિચારો, પણ તમારા વિચારો સકારાત્મક જ હોવા જોઈએ. જ્યારે જ્યારે તમને કોઈ કામ મુશ્કેલ લાગે અને તમે એમ વિચારો કે આ કાર્ય કરી શકો તેમ નથી  ત્યારે આત્મમંથન કરો. પોતાની જાતને જ કહો કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. જ્યાં સુધી તમે કાંઈપણ કરવા પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમે તમારી ક્ષમતા ઓળખી નહીં શકો.

ભૂતકાળને વારંવાર યાદ ન કરો કે તમારી મર્યાદાઓને ન સંભારો, બલ્કે આગળ વધવાનો પ્રયાસ કરો, કાંઈક મેળવવાની ધગશ રાખો.

હંમેશાં એમ વિચારો કે તમારી આસપાસના લોકો માત્ર સકારાત્મક વિચારો ધરાવે છે. તેઓ તમને ક્યારેય અસલામતીનો અનુભવ નહીં થવા દે, કે તમને પાડવાનો પ્રયાસ નહીં કરે.

સામેના વ્યક્તિની અંદર ભલે અનેક ખામીઓ હોય પણ તેને દોષ દેતા પહેલા પોતાની અંદર ડોકીયું કરી લેવું જરૃરી છે. કારણ કે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે મારી અંદર તમામ ગુણો ભરેલા છે જેના કારણે તે સફળતાની સીડી સુધી પહોચતા પહેલા જ હારી જાય છે.

Post Comments