Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાર્થીઓએ ઈનોવેશનની મદદથી ઈતિહાસનું નવું પ્રકરણ લખવું જોઈએ

આંબાવાડી ખાતે આવેલી સરકારી પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરાયુ હતું જેમાં ઉદ્યોગ અને શિક્ષણ જગતના નિષ્ણાતોએ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કૌશલ્યોની ટીપ્સ આપી

એસોસિયેશન આફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયર્સ (અમદાવાદ ચેપ્ટર), એન્જીનિયરીંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (અમદાવાદ ચેપ્ટર), બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ગવર્નમેન્ટ પોલિટેકનિક (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે શહેરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ તથા શિક્ષણજગતના નિષ્ણાતોએ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને એન્જીનિયરીંગ કૌશલ્યો વિશે ટીપ્સ આપી હતી. આ પ્રસંગે  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો નવીન શેઠે વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના ગૌરવશાળી ઈતિહાસની વાત કરી હતી અને પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું. તેમણે એવું સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓએ ઈનોવેશનની મદદથી ભારતીય ઈતિહાસનું નવું પ્રકરણ લખવું જોઈએ બદલાતા સમયમાં ઉદ્યોગો અને શિક્ષણ વચ્ચે સંબંધોનો સેતુ વધારે મજબૂત બનાવવાની આવશ્યકતા છે. જીટીયુએ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને એન્જીનિયરીંગનું જ્ઞાાન મળી રહે એવો અભ્યાસક્રમ બનાવ્યો છે, હવે બાકીનું કામ વિદ્યાર્થીઓએ કરવાનું છે.

આ પ્રસંગે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. જી.પી. વડોદરીયાએ વાસ્તવિક જીવનમાં એન્જિનિયરો કેવી કેવી ભૂલો કરે છે તે સચોટ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પાયાની જાણકારી અને પ્રેક્ટિકલ જ્ઞાાન બંનેમાં પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવાની જરૃરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્યોગોની જરૃરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા શિક્ષણમાં છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જ્યારે સરકારી પોલિટેકનિકના પ્રિન્સિપાલ પ્રો.પી.એમ. પટેલે વાત કરતા  કહ્યું હતું કે  જીટીયુના વાઈસ ચાન્સેલરે આ સંસ્થાની મુલાકાત લેતા વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે અને તેમના વક્તવ્યથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. પોલિટેકનિકના વિદ્યાર્થીઓમાં પણ ઘણી ક્ષમતા છે, જેના ઉપયોગથી દેશહિતમાં અનેક કાર્યો થઈ શકે તેમ છે.

Post Comments