Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થને પ્રમોટ કરી ફાયદો અપાવે અને તેને ખબર પણ ન હોય તે ફેકલ્ટી

'હાઈપર સ્પેક્ટ્રલ રીમોટ સેન્સિંગ રિસર્ચ' અને 'એડવાન્સિંગ કરિયર્સ ઓફ વિમેન ઈન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ' વિષય પર મિસિસિપી સ્ટેટ યુનિવર્સિટીના ડૉ. લોરી મન બૂ્રસે એલ.ડી.એન્જિનિયરિંગમાં વ્યાખ્યાન આપ્યું હતું.

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગીલ્સ ડિસ્ટિંગ્યુલિશ્ડ પ્રોફેસર ઓફ ઈલેક્ટ્રિકલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને વાઈસ પ્રેસિડન્ટ ફોર એકેડેમીક અફેર્સ એન્ડ ડીન ઓફ ગ્રેજ્યુએટ સ્કૂલ એટ મિસિસિપી સ્ટેટ યુનિવર્સિટીના ડૉ. લોરી મન બૂ્રસ હાજર રહ્યા હતા. જેમણે સ્ટુડન્ટ્સને હાઈપર સ્પેક્ટ્રલ રિમોટ સેન્સિંગ ટેકનિકથી વાકેફ કર્યા હતા. આ એક એવી ટેકનીક છે કે જેના દ્વારા સેટેલાઈટ થૂ્ર ઈમેજ લઈ શકાય છે. જ્યારે એડવાન્સિંગ કરિયર્સ ઓફ વિમેન ઈન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિષય પર વાત કરતા તેઓએ સ્ટુડન્ટ્સની ફિલિંગ્સ અને ફેકલ્ટીની ભૂમિકા પર ભાર મૂકીને સ્ટુડન્ટ્સને ટોચ પર લઈ જવાના પ્રયત્નની વાત કરી હતી.

હાઈપર સ્પેક્ટ્રલ રીમોટ સેન્સીંગ ડૉ. લોરી બૂ્રસ કહે છે કે, આ ટેકનિકથી લેવાયેલી ઈમેજ પ્રિસાઈસ હોય છે. કારણકે ઈમેજમાં કિ.મી. નક્કી કરી શકાય નહીં. જો કોઈ જગ્યાએ દુકાળ થયો હોય તો  આ ટેકનિક દ્વારા દુષ્કાળની અસર કેટલાં વિસ્તારમાં છે તે પણ પરફેક્ટ જાણી શકાય છે. જેનો રિપોર્ટ ગર્વમેન્ટને સોંપવાથી તે તાત્કાલિક અસરના પગલાં લઈ શકે. જ્યારે એડવાન્સિંગ કરિયર્સ ઓફ વિમેન ઈન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિષય પર વાત કરતા તેઓ કહે છે કે, જ્યાં ગર્લ્સ સ્ટુડન્ટ ભણતી હોય ત્યાં તેને મેન્ટરની જરૃર પડે છે. જેથી તે ગર્લ્સની પ્રોબ્લેમ ફેકલ્ટીને કહી શકે.

કારણકે તે મેન્ટરનો રોલ છે. કેટલાંય લોકો મેન્ટરિંગ કરતા હોય બહુ ઓછા લોકો એડવોકેટ કરતા હોય છે. એટલે કે એક ફેકલ્ટી પાસે ૧૦ સ્ટુડન્ટ હોય. જે બધા અલગ અલગ વિષયમાં માહેર હોય છે. જેને ફેકલ્ટીએ પ્રમોટ કરવા જોઈએ. તેના પ્લસ પોઈન્ટ અને સ્ટ્રેન્થને બીજા સમક્ષ રજૂ કરીને તેનો ફાયદો અપાવવો જોઈએ. જેનો ફાયદો સ્ટુડન્ટ્સને પણ મળે અને તેઓને ખબર ના હોય કે તેમના ફેકલ્ટી તેમને હેલ્પ કરતા હોય છે.

Post Comments