Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમાનની સફરનો વિશિષ્ટ પહેરવેશ

ફ્લાઇટની ટાઢથી બચવા સ્ટોલ કે જેકેટ અને પગને હૂંફ મળે એવાં બૂટ-મોજાં પહેરી રાખો

હવાઈ જહાજમાં પ્રવાસ કરવો એ આર્થિક સધ્ધરતા અને મોભાનું પ્રતિક છે. તો પછી તમારો મોભો યોગ્ય ડ્રેસિંગ વડે જાળવી રાખો. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન.

લાંબા કલાક સુધી ટકે એવો મેકઅપ લગાવો. અલબત્ત, તે બહુ હેવી ન દેખાવો જોઈએ. તમારી ઇન-ફ્લાઇટ બેગમાં એક નાના પાઉચમાં લિપ બામ, મોઇશ્ચરાઇઝર, રોલ-ઓન ડિઓ જેવી વસ્તુઓ અચૂક રાખો.

હળવી અને ટ્રેન્ડી જ્વેલરી પહેરો. લાંબા કલાકોનો પ્રવાસ કરવાનો હોવાથી કોઈ ખાસ પ્રકારની હેરસ્ટાઇલ કરવાની જરૃર નથી. ચહકીકતમાં તે યાત્રા દરમિયાન વીંખાઈ જશે. બહેતર છે કે વાળ ખુલ્લા રાખો અથવા નીચી પોની વાળો.

લાંબી વિમાન યાત્રા દરમિયાન લાઇટ કલરના વસ્ત્રો પહેરવાનું ટાળો. તે મુસાફરી દરમિયાન મેલા થઈ જશે. સ્ટાઇલિશ પણ કમ્ફર્ટેબલ પોશાક પહેરો. ફ્લાઇટની ટાઢથી બચવા સ્ટોલ કે જેકેટ સાથે રાખો. તેવી જ રીતે પગને હૂંફ મળે એવાં બૂટ-મોજાં પહેરી રાખો.

તમારી ઇન-ફ્લાઇટ બેગમાં દવાઓ, મેકઅપના પ્રસાધનો, પુસ્તક જેવી વસ્તુઓ મૂકી રાખો. તમારું બાકીનું લગેજ એકદમ ક્લાસી હોવું જોઈએ. ફાટેલું કે પુરાણું નહીં.

Post Comments