Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચમકતી ચામડી અને કેશ માટેના કુદરતી ઉપચાર

અંગુરના અર્કથી બગડેલો મૂડ સુધરે છે. આ અંગુરના અર્કથી માનસિક ્અને શારીરિક તાણ દૂર થાય છે. અને ડિપ્રેશનમાંથી રાહત મળે છે.

શહેરોમાં રહેનારાને પ્રદૂષણની સમસ્યા તો ખૂબ જ નડે એ વાત આપણે સૌ જાણીએ છીએ. તેથી જ મુંબઈ અમદાવાદમાં રહેતી વ્યક્તિએ ત્વચાની સુરક્ષા માટે ખાસ કાળજી લેવી જોઈએ.

ચમકતી ત્વચા માટે  :  ચહેરા પર કોપરાનું દૂધ લગાવો.

મુલાયમ ત્વચા માટે  :  ચહેરા અને ગરદન પર કુંવારપાઠુ લગાવો.

લવચીક ત્વચા માટે  :  ૧૫ મિનિટ સુધી ચહેરા પર પપૈયાના ગરથી મસાજ કરો.

વાળને સુંવાળા-ચળકતા બનાવવા માટે  :  વિવિધ તેલ અને ક્રીમનું મિશ્રણ લગાવો. અરોમા અથવા એસેન્શિયલ ઓઇલથી શારીરિક, માનસિક સ્વાસ્થ જળવાય છે. આપણા દેશમાં પુરાણકાળથી હોલિસ્ટિક હિલિંગ માટે પણ અરોમા ઓઇલનો ઉપયોગ થતો આવ્યો છે.

કેરટ સીડ્સ  :  આ એસેન્શિયલ ઓઇલ સુકા તેમ જ ખોડાવાળા કેશ માટે અસરકાર અને ફાયદાકારક છે.

સીડર  :  દેવદારનું(ગંધતરુ) તેલ વાળના જથ્થાને વધારે છે. તે શુષ્ક કેશને સુંવાળા બનાવે છે.

કરી લિફ  :  લીમડાના પાનનું એસેન્શિયલ ઓઇલ વાળ વધારવામાં અને તેના કુદરતી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.

તુલસી  :  આ ખુશ્બૂદાર છોડનો અર્ક નર્વસ ડિસઓર્ડર, સ્ટ્રેસને લગતા માથાના દુખાવા અને એલર્જીમાં ફાયદાકારક પુરવાર થાય છે. તેનાથી માથું હળવું બને છે અને તમારામાં નવા જોમનો સંચાર થાય છે.

ગ્રેપ્સ  :  અંગુરના અર્કથી બગડેલો મૂડ સુધરે છે. તેનાથી માનસિક તાણ દૂર થાય છે. અને ડિપ્રેશનમાંથી રાહત મળે છે.

દરેક ફળ અને ફૂલના અર્કના મદદથી શરીરને તંદુરસ્ત બનાવી શકાય છે, માત્ર ક્યાં સમયે ક્યાં અર્કનો ઉપયોગ કરવો એ મહત્વનું થિ પડે છે.તથા દરેક અર્કનો ઉપયોગ ચોક્કસ માત્રામાં થવો જોઇએ. જેથી શરીરને તેની અસર યોગ્ય રીતે થાય છે.

Post Comments