Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છેલ્લા ચાર વર્ષથી સમરમાં ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે લેહ-લદ્દાખ બેસ્ટ

હિન્દી ફિલ્મોના શૂટિંગ લેહ- લદ્દાખમાં વધતાં દોટ મૂકતા ગુજરાતીઓ

ઠંડીએ વિરામ લેતાં જ છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ધીરે ધીરે ચડવા લાગ્યો છે ત્યારે પ્રવાસન ઉદ્યોગમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અસહ્ય ગરમીથી બચવા ગુજરાતીઓ મોટે ભાગે હિમાચલ પ્રદેશ જતાં હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી 'પ્રવાસી પવનો'એ દિશા બદલી છે લેહ-લદ્દાખ તરફ વાવા લાગી છે. બોલિવૂડ ફિલ્મો અને બાઇક રાઇડર્સ ગુ્રપો જ્યારથી લેહ-લદ્દાખની એડવેન્ચર ટ્રીપ માણવા લાગ્યા ત્યારથી ગુજરાતીઓએ અહિંયા દોટ મૂકી છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાં અવારનવાર થતી હિંસાને પરિણામે સેફ્ટી અને પૈસાના નુકસાનથી બચવા ગુજરાતીઓ ત્યાં જવાનું ટાળી રહ્યા છે ત્યારે લેહ-લદ્દાખમાં આવેલા ૨૫થી વધારે પ્લેસીસ અતુલ્ય આનંદ આપશે.

આ અંગે વાત કરતા પ્રકાશ મોદી કહે છે કે લેહ-લદ્દાખ તરફ ઉનાળું વેકેશન ગાળા જનાર ગુજરાતીઓનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ દાર્જિલિંગ અને સિક્કમમાં પણ ગુજરાતીઓ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઉનાળામાં ઉત્તર ભારતને બાદ કરતાં સાઉથમાં ગોવા જ એક માત્ર એવું પ્લેસ છે જ્યાં ઉનાળું વેકેશન ગાળવા ગુજરાતીઓ જઇ રહ્યા છે. કારણે અહિંયા આ સમય દરમિયાન સમર હોલિડે પેકેજ સસ્તા રેટમાં મળી રહે છે.

માર્ચ મહિનો પુરો થતાં વેકેશનનો સમય શરૃ થઇ જશે ત્યારે નોટબંધીને ચાર મહિના થવા છતાં હજુ પણ થોડી અસર ટૂર-ટ્રાવેલ્સ એજન્સીને નડી રહી છે. આ અંગે વાત કરતાં ટૂર ટ્રાવેલ્સ બિઝનેસના રોહિતભાઇ કહે છે કે નોટબંધીની અસર થોડી ઘણી છે પરંતુ છેલ્લા ૨૦ દિવસથી બૂકિંગ વધ્યા છે. હાલ લેહ-લદ્દાખ ઉપરાંત હિમાચલ અને દાર્જિલિંગના બૂકિંગ વધુ થતાં હોય છે.

લેહ-લદ્દાખમાં ફરવા લાયક સ્થળ જોઇએ તો દ્રાસ, નુબ્રા ઘાટી, ત્સો મોરીરી ઝીલ, લામાયુરુ, સુરુ ઘાટી, શ્યોક ઘાટી, કેલાંગ, જાંસ્કર, ઝાંગ્લા, પૈંગાંગ, ચાંગથંગ, રંગદુમ, બાસ્ગો, પાનામિક વગેરે પ્લેસ હોટ ફેવરિટ છે.

Post Comments