Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાષાના વિષયોની તૈયારી કઈ રીતે કરશો?

બોર્ડની એક્ઝામમાં મેથ્સ, સાયન્ય જેવા મહત્વના વિષયોની તૈયારી કરવામાં લાગી પડેલા સ્ટુડન્ટ્સ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તેમજ સંસ્કૃત જેવા ભાષાકીય વિષયોને એટલું મહત્વ આપતા નથી. છેલ્લે છેલ્લે આ વિષયોમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ તે અંગેની માહિતી જે-તે વિષયના શિક્ષકો આપી રહ્યા છે.

સંસ્કૃત સમજીને કરવામાં આવે તો બહુ સરળ વિષય છે
વિદ્યાર્થીઓને સંસ્કૃતનું ગ્રામર બહુ હાર્ડ લાગતું હોય છે. પરંતુ એવું નથી. જો સમજીને કરવામાં આવે તો સંસ્કૃત બહુ સરળ વિષય છે.ગ્રામર માટે સૂત્ર બનાવી દેવા. જેમ કે નામના રૃપોમાં અકરાંત એકવચન માટે 'હમનયતસ્યએ' એવું એક સૂત્ર છે. આ જ પ્રકારે સૂત્રો બનાવીને યાદ રાખવાથી તકલીફ નહીં પડે. ખાસ તો પેપર લખવાની મેથડનું ધ્યાન રાખવું જોઈએ.

તમે કયા પ્રશ્નનો ઉત્તર લખો છો એ બરાબર મેન્શન કરીને લખો. તેમજ અનુવાદ લેખન ટેક્ષ્ટબુકમાં દર્શાવ્યું હોય તે જ પ્રમાણે કરો. સુભાષિતનો વિસ્તાર કરવાનો હોય તો એમાં તમે જે સમજ્યા હોય એ લખો. ગુજરાતીમાં ૧૫ માર્ક જ ટેક્ષ્ટબુકના હોય છે ૩૫ માર્કસમાં નિબંધ, અહેવાલલેખન વગેરે જેવા પ્રશ્ન પૂછાય છે. આ બધુ કંઈ ગોખીને ન જવાય. એ માટે પોતાના વિચારો લખવા.  -દિનેશકુમાર સોલંકી

ચૂંટણી, નોટબંધી, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, નોટબંધી જેવા કરન્ટ ટોપિક્સ પર નિબંધ કે અહેવાલ લેખન પૂછાઈ શકે છે
ભાષાના વિષયોમાં જોડણીમાં વધારે માર્કસ કપાતા હોય છે તેથી તેની લખીને પ્રેક્ટિસ કરવી જરૃરી છે જેથી જોડણીની ભૂલો નિવારી શકાય તેમજ અક્ષર પણ સુધરે. વિચાર વિસ્તાર, નિબંધ, અહેવાલ લેખન વગેરેમાં પોતાના મૌલિક વિચારો લખો. સુંદર પંક્તિઓ ટાંકવાથી વધારે વજન પડે છે. કોઈ પણ જવાબ લખો તો પહેલા ફકરામાં લેખક-કવિનું નામ, બીજા ફકરામાં પ્રશ્નનો ઉત્તર તેમજ ત્રીજા ફકરામાં સાર લખો.

બહુ અઘરા શબ્દપ્રયોગ કરવાનું ટાળો જેથી અર્થનો અનર્થ ન થઈ જાય. કોઈ પણ પ્રશ્ન અધૂરો બિલકુલ ન છોડવો. એ પ્રશ્નને લગતું જે પણ આવડતું હોય એ લખીને આવવું. ચૂંટણી, નોટબંધી, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, નોટબંધી જેવા કરન્ટ ટોપિક્સ પર નિબંધ કે અહેવાલલેખન પૂછાઈ શકે છે માટે તે અંગે માહિતી હોવી આવશ્યક છે. -ડૉ. ચંદ્રકાન્તા આર શાક્ય

એમસીક્યુમાં ફોકસ કરો તેમજ જનરલ વાંચન રાખવું જરૃરી છે
એમસીક્યુ પર ફોકસ કરી તેમાં બન્ને એટલા વધારે માર્કસ રોકડા કરી લેવા. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જ્યારે અંગ્રેજીના પેપરમાં નિબંધ લખતા હોય છે ત્યારે એમને બહુ તકલીફ પડે છે. કારણ કે ગુજરાતીમાં તો એ આસાનીથી પોતાના વિચારો રજૂ કરી શકે છે પણ અંગ્રેજીમાં ગ્રામેટિકલ મિસ્ટેક બહુ થાય છે.

માટે બને એટલા વધારે નિબંધો વાંચો. સાયન્સને લગતા ટોપિક પર એકાદ નિબંધ તો પૂછાતો જ હોય છે એટલે એ પ્રકારના વધારેમાં વધારે નિબંધો વાંચ્યા હશે તો તમે લખી શકશો. વળી  કરન્ટ ટોપિક અંગે અંગ્રેજીમાં વાંચન રાખવાથી નિબંધ લેખનમાં સરળતા રહેશે. - હીનાબહેન પટેલ

Post Comments