Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

HBK વોરિયર્સનો વોલ્વોસ સામે અને દિપ લીજેન્ડસનો ચેતક સામે વિજય

અમદાવાદ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ :  ફાઈવ અ સાઈડ ટુર્નામેન્ટ

સાત રાઉન્ડના અંતે ગણેશ લાયન્સ ટોચ પર

ફાઈવ અ સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટ - અમદાવાદ ચેમ્પિયન્સ લીગમાં સાતમા રાઉન્ડમાં એચબીકે વોરિયર્સે ૧-૦થી ગેરીબ્રિક્સ વોલ્વોસ સામે અને દિપ લીજેન્ડસે ૨-૧થી જીપીએસ ચેતકની સામે વિજય પ્રાપ્ત કર્યા હતા. અમદાવાદમાં સિંધુ ભવન નજીક 'જગરનટ અરેના'માં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં સાતમા રાઉન્ડના અંતે ગણેશ લાયન્સની ટીમ ટોચ પર પહોંચી ગઈ છે. જ્યારે અરોરા એફસી બીજા, દિપ લીજેન્ડસ્ ત્રીજા અને ઓલીવ રિપબ્લિક ચોથા ક્રમે છે.

એચબીકે વોરિયર્સનો વોલ્વોસ સામે રોમાંચક વિજય
એચબીકે વોરિયર્સે ગેરીબ્રિક્સ વોલ્વોસ સામેની સાતમા રાઉન્ડની મેચમાં ૧-૦થી રોમાંચક વિજય મેળવ્યો હતો. પોઈન્ટ ટેબલમાં બોટમ હાફમા સ્થાન ધરાવતી ટીમો વચ્ચેના મુકાબલામાં એચબીકેએ મેચની ૧૩મી મિનિટે સુર્ય પ્રતાપે ફટકારેલા ગોલને સહારે ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જે તેમના માટે વિજયી નિવડી હતી. જ્યારે ગેરીબ્રિક્સ વોલ્વોસની ટીમે મેચમાં પાછા ફરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પણ તેઓ સફળ થયાં નહતા.

પોઈન્ટ ટેબલમાં ગણેશ લાયન્સ ટોપ પર
સાતમા રાઉન્ડના અંતે ગણેશ લાયન્સને ટોચનો ક્રમ મળ્યો છે. પોઈન્ટ ટેબલમાં ગણેશ લાયન્સ અને અરોરા એફસીના પોઈન્ટ ૧૫-૧૫ છે અને ગોલ ડિફરન્સ પણ ૭-૭ છે. જોકે ગણેશ લાયન્સે ૫ અને અરોરા એફસીએ ચાર મેચ જીતી છે. આ પછી દિપ લીજેન્ડ્સ ત્રીજા, ઓલીવ રિપબ્લિક ચોથા, જીએસપી ચેતક પાંચમા, એસકે યુનાઈટેડ છઠ્ઠા, કુંવરજી જગુઆર્સ સાતમા, કેપીએસ મેવરિક્સ આઠમા, એચબીકે વોરિયર્સ નવમા અને ગેરીબ્રિક્સ વોલ્વોસ દસમાં ક્રમે છે.

દિપ લીજેન્ડસે ૨-૧થી જીએસપી ચેતકને હરાવ્યું
એક તબક્કે મેચમાં ૦-૧થી પાછળ પડેલી દિપ લીજેન્ડસની ટીમે જોરદાર લડત આપતાં ૨-૧થી જીએસપી ચેતકને હરાવતા યાદગાર જીત પ્રાપ્ત કરી હતી. જીએસપી ચેતક તરફથી મેચની બીજી જ મિનિટે અમિત સારસ્વતે ગોલ નોંધાવી દીધો હતો. તેને શિવમ મિશ્રાએ આસીસ્ટ કર્યો હતો. જોકે હાફ ટાઈમ પહેલા જ દિપેશ પુને ફૈઝ શેખની મદદથી એક દર્શનિય ગોલ નોંધાવા દિપ લીજેન્ડસને બરોબરી પર લાવી દીધી હતી. આ પછી મેચની ૨૪મી મિનિટે દિપેશ પુનની ચતુરાઈભરી રમતનો ફાયદો ઉઠાવતા નરેન દેસાઈએ ગોલ ફટકારીને દિપ ટીમને ૨-૧થી જીત અપાવી હતી.

Post Comments