Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીટીયુના 'તલાશ-૨૦૧૭'માં ૬૧ કોલેજ વચ્ચે રોબો વોર

- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના ઝોન-૧નો ટેકફેસ્ટ સિલ્વર ઓક કોલેજમાં શરૃ થયો જેમાં ૫૦ જે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઝોન-૧ના 'તલાશ-૨૦૧૭' ટેકનિકલ ફેસ્ટિવલનો પ્રારંભ ૧૫ ફેબુ્રઆરીએ થયો હતો. બે દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં હેલ ઈન સેલ, રોબોકપ ફીફા, હીટ ઈટ ટુ વિન ઈટ, સ્માર્ટ થીમ સીટી, સ્કેચ ઈન આઈડીયા, જેવી ૫૦ ઈવેન્ટમાં ઝોન-૧ની ૬૧ કોલેજના ૬૦૦૦ વિદ્યાર્થીએ પાર્ટિસિપેટ કર્યું હતું. પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા તેઓની આજે ક્વાટર ફાઈનલ, સેમિ ફાઈનલ અને ફાઈનલ થશે.ઠ

આ અંગે વાત કરતા સિલ્વર ઓકના પ્રિન્સિપાલ સૌરીન શાહ કહે છે કે 'તલાશ-૨૦૧૭'માં બે દિવસની ઈવેન્ટમાં વિદ્યાર્થીઓ માટે ટેકનિકલની સાથે સાથે મનોરંજનની પણ કેટલીક ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ મોટા પાયે ભાગ લીધો હતો.    

અવિષ્કાર જીટીયુ ટેકફેસ્ટ ઝોન-૨

જીટીયુનું ઝોન-૨ ટેકફેસ્ટ ૧૭ અને ૧૮ ફેબુ્રઆરીએ આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી ખાતે યોજાશે. જેમાં ૧૯ ટેકનિકલ ઈવેન્ટ, ૬ ફાર્મસી ઈવેન્ટ, ૩ આર્કિટેક્ચર ઈવેન્ટ, ૮ નોન ટેકનિકલ ઈવેન્ટ યોજાશે જેમાં ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
 

Post Comments