Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

City Sports

શ્રી જૈન વિશા શ્રીમાળી ૧૦૮ના ગોળનું યુવક મંડળ- અમદાવાદ આયોજિત પ્રથમ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ

નેશનલ શુટીંગમાં બ્રોન્ઝ મેડલ
તાજેતરમાં પૂણે ખાતે યોજાયેલી નેશનલ શુટીંગ ચેમ્પિયનશીપમાં અદાવાદની વિશ્વા બઢિયાએ ૧૦ મીટર એર રાઈફલ યુથ કેટેગરીમાં નોંધપાત્ર દેખાવ કરતાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. વિશ્વા હાલ સૌરભ સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે અને તેણે રાજ્યસ્તરે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. વિશ્વા મહાત્મા ગાંધીના વણાંટગુરુ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રામજીભાઈ બઢિયાની પ્રપૌત્રી છે.

સ્કૂલ ગેમ્સ નેશનલ શુટીંગમાં ગોલ્ડ-બ્રોન્ઝ
હૈદરાબાદ ખાતે યોજાયેલી ૬૨મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં અમદાવાદની દ્રષ્ટી મિસ્ત્રીએ શુટીંગની ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે અંડર-૧૭ની કેટેગરીમાં ૧૦ મીટર એર રાઈફલ ઓપન સાઈટની વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ અને ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. દ્રષ્ટી અમદાવાદની વિશ્વભારતી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.

ઇન્ટક ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ
જે.જી. ગુ્રપ ઓફ કોલેજીસની કોમર્સ, બીબીએ, બીસીએ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પરફોર્મિંગ આર્ટસ, બી.એડ., એમ.એડ જેવી કોલેજની ૨૧ ટીમ વચ્ચે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં એસ. વાય. બી. બી. એ.ની ટીમ વિજેતા બની હતી.

પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલી ઈન્ટર ઝોનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં અમદાવાદની એલડી આર્ટસ કોલેજની પ્રિયાંક કાલાએ ૪૭ કિલોગ્રામ વજન વર્ગમાં નોંધપાત્ર દેખાવ કરતાં ત્રીજી વખત ચેમ્પિયનશીપ જીતી હતી. તેણે કુલ મળીને ૧૯૦ કિગ્રા વજન ઉંચક્યું હતુ.

સ્કૂલ ગેમ્સ સ્ટેટ સ્કાય માર્શલ આર્ટમાં પ્રથમ
હાથીજણ ખઆતે રમાયેલી ગુજરાત રાજ્ય સ્કૂલ ગેમ્સની સ્ટેટ લેવલની સ્કાય માર્શલ આર્ટની અંડર-૧૪ કેટેગરીમાં ૨૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં અમદાવાદના નિસર્ગ ભટ્ટે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તે ચાંદલોડિયાની શક્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

Post Comments