Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

City Sports

'મનોબળ જ જીતાડે છે' : પેરાલિમ્પયન શરદ કુમાર

ભારતના ભુતપુર્વ વર્લ્ડ નંબર વન પેરાલિમ્પિયન શરદ કુમારે મેકમિલન સીટી વર્કશોપમાં ઉપસ્થિત પ્રી પ્રાયમરી અને જુદી જુદી શાખાના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરતી સ્પીચમાં જણાવ્યું હતું કે સગવડો કે શક્તિ કરતા મનોબળ મહત્વની બાબત છે.

હવે તો અપંગો માટે પણ ખૂબ જ આદર અને ગૌરવભર્યું વાતાવરણ ખડુ થતું જાય છે. પટણમાં જન્મેલ ૨૪ વર્ષીય શરદ કુમારને બે વર્ષની વયે જ પોલિયોની દવાની આડઅસર થતા પેરાલિસિસનો હૂમલો થયો હતો. શાળાનો કારકિર્દીમાં તે શારિરીક રીતે સંપૂર્ણ ફીટ વિદ્યાર્થીઓને હાઈ જમ્પમાં પરાજય આપતો હતો. ૨૦૧૨માં એશિયન પેરા ગેમ્સમાં મલેશિયા ખાતે તેણે ૧.૭૫ મીટરનો હાઈ જમ્પ લગાવીને ૧૨ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે કરી વર્લ્ડ નંબર વન બનવામાં સફળતા મેળવી હતી. વર્કશોપમાં તેની મોટિવેશન સ્પીચ ઉપરાંત જાણીતા અંગ્રેજી લેખિકા ઉમા મની અને શિક્ષણવિદ્ ભવાની સિંહાએ સેશન ચલાવ્યું હતું.

આવિષ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓ મેરેથોન દોડમાં ભાગ લેશે

અમદાવાદમાં આજ રોજ સવારે યોજાનારી એક મેરેથોન સ્પર્ધામાં અમદાવાદીઓ ભાગ લેશે. ત્યારે આવિષ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ મેરેથોનમાં ભાગ લેવાશે. મેરેથોનની પૂર્વ તૈયારી રૃપે શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ કેમ્પસમાં જ મેરેથોન દોડની પ્રેક્ટિસ કરી હતી.

Post Comments