Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CITY NEWS

શાળા દ્વારા નવરસ સાંસ્કૃતિક કાર્યક્રમ
નિકોલ વિસ્તારમાં આવેલી રામેશ્વર સ્કૂલના બાળકોએ 'નવરસ' પર  સાંસ્કૃતિકકાર્યક્રમ તૈયાર કરીને શળાનો વાષક દિન ઉજવ્યો હતો. જેમાં શોર્ય, વીર, શ્રૃંગાર, હાસ્ય, રૌદ્ર, ભયાનક, બિભત્સ, શાંત, અને અદભૂત એમ ૯ રસની થીમમાં બેટીબચાવો, બેટીપઢાઓ, સ્વચ્છતા,અભિયાન, તથા સંસ્કાર ની વાતને વણી લેવામાં આવી હતી.

દેના બેન્કે અમદાવાદમાં ગુલાબપુરામાં ડિજિટલ વિલેજનું ઉદ્દઘાટન કર્યું
ભારતની સૌથી વિશ્વસનીય પારિવારિક બેન્ક દેના બેન્કે અમદાવાદ પાસે ગુલાબપુરા ગામમાં સૌપ્રથમ ડિજિટલ પેમેન્ટ સુવિધાનું ઉદ્દઘાટન કર્યું છે. આ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ નવા વર્ષમાં ગુલાબપુરાને 'ડિજિટલ પેમેન્ટ ઇનેલ્ડ વિલેજ'ની જાહેરાત કરી હતી.

૨૫૦ ટુ વ્હીલરમાં મફતમાં દોરીથી બચવાના સળિયા નખાવ્યા
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે શહેરમાં કેટલાંક લોકો ઉત્તરાયણમાં દોરીથી ઘવાય નહીં તે માટેે વિવિધ પ્રયાસો શરૃ કરી દીધા છે. કેટલાંક લોકો જાતે જ પોતાના વાહન પર સળિયા લગાવી દોરીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે વિસત-ગાંધીનગર હાઈવે પર એક ખાનગી કંપનીના સ્ટાફે લોકોના ટુ વ્હીલર પર ૨૫૦ રોડ ફ્રીમાં નાખી આપ્યા.
ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ૨૦ શેવરોલે બીટ ઓલા ફિલટ ટેકનોલોજીસની ડિલિવરી કરી
રાહુલ જાવીયા-વાઇસ પ્રેસિડન્ટ સેલ્સ જણાવ્યું કે, આ પ્રથમ લોટ હતો જેની ડિલિવટી કરવામાં આવી હતી. કારણ કે બીટ વધુ માઇલેજ, બેસ્ટ ઇન-ક્લાસ ડિઝાઇન અને વર્લ્ડ ક્લાસ ઇન્ટિરિયર આપે છે. ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડે ૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ૨૦ શેવરોલ બીટ ઓલા ફિલટ ટેકનોલોજીસને ડિલિવર કરી છે.

બચત કરી અંતરિયાળ ગામમાં સોશિયલ એક્ટિવિટી
મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરી હાલ કોર્પોરેટ કંપનીમાં સર્વિસ કરતા ૧૨ મિત્રના ગુ્રપે પોતાના પોકેટમનીમાંથી એક અનોખું ફાઉન્ડેશન બનાવ્યું છે. અમદાવાદના સત્તાધાર વિસ્તારના આ મિત્રો દર મહિને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જઇને સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે. આ અંગે વાત કરતા ધાર્મિક ઉપાધ્યાય કહે છે કે, અમે એક વર્ષથી ચેરિટી વર્ક કરીએ છીએ. અમે આ વખતે પંચમહાલ જિલ્લાના વાળીનાથ ગામમાં જઇને ત્યાંના ગરીબ બાળકોને કપડાં આપ્યા હતા. અહિંયા શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે જેથી અમે અભ્યાસની જરૃરિયાત પૂર્ણ થાય માટે વિવિધ કાર્યક્રમ કર્યા હતા.

એચ.એ. કોલેજમાં ટ્રાફિક અવેરનેસ શિબિર યોજાઈ
એચ.એ. કોલેજ ઓફ કોમર્સ કોલેજમાં અમદાવાદની એનજીઓ અમદાવાદ ટ્રાફિક કન્સ્લ્ટેટિવ કમિટી તથા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસની શિબિર યોજાઈ હતી. જેમાં ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટેની ટિપ્સ આપવામાં આવી હતી. વિદ્યાર્થીકાળથી જ ટ્રાફિક નિયમોની ગંભીરતા આવી જાય તો પ્રાણઘાતક અકસ્માતો નિવારી શકાશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે માત્ર દંડાત્મક પ્રક્રિયા કરવાથી આનો ઉપાય નથી આવતો. પરંતુ અકસ્માતની ગંભીરતા સાથે સાથે મનોવૈજ્ઞાાનિક ઢબે જો આજના યુવાનોને ટ્રાફિક સંદર્ભે જાગૃ્રતિ આપવામાં આવે તો સકારાત્મક રીતે પરિણામ ઈવી શકે છે તથા નિયમોનું પાલન પણ થી શકશે.

એચ.એ. કોલેજમાં ટ્રાફિક અવેરનેસ શિબિર યોજાઈ
એચ.એ. કોલેજ ઓફ કોમર્સ કોલેજમાં અમદાવાદની એનજીઓ અમદાવાદ ટ્રાફિક કન્સ્લ્ટેટિવ કમિટી તથા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસની શિબિર યોજાઈ હતી. જેમાં ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટેની ટિપ્સ આપવામાં આવી હતી. વિદ્યાર્થીકાળથી જ ટ્રાફિક નિયમોની ગંભીરતા આવી જાય તો પ્રાણઘાતક અકસ્માતો નિવારી શકાશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે માત્ર દંડાત્મક પ્રક્રિયા કરવાથી આનો ઉપાય નથી આવતો. પરંતુ અકસ્માતની ગંભીરતા સાથે સાથે મનોવૈજ્ઞાનિક ઢબે જો આજના યુવાનોને ટ્રાફિક સંદર્ભે જાગૃ્રતિ આપવામાં આવે તો સકારાત્મક રીતે પરિણામ ઈવી શકે છે તથા નિયમોનું પાલન પણ થી શકશે.

Post Comments