Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અભિલેખા વિદ્યા, સિક્કાશાસ્ત્ર, લિપિશાસ્ત્ર અને હસ્તપ્રતવિદ્યાના નિષ્ણાત ભારતીબહેન શેલત

ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય, અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો અને લિપિશાસ્ત્ર જેવા વૈવિધ્યસભર વિષયોમાં ઊંડુ સંશોધન કરનાર ૮૦ વર્ષના ભારતીબહેન શેલત ગુજરાતના ગણ્યાંગાઠયા નિષ્ણાતોમાંના એક છે.  તેમનું સાદગીભર્યું જીવન અને પોતાના કામ પ્રત્યેનો સમર્પણ ભાવ અનેક લોકોને પ્રેરણા આપે તેવો છે.

ભારતીબહેેને ૮૦થી વધુ સંશોધનાત્મક લેખા લખ્યા છે અને ૨૦થી વધુ સંશોધનાત્મક ગ્રંથોનું લેખન-સંપાદન કર્યું છે. ભો.જે. વિદ્યાભવનના પૂર્વ નિયામક અને અનેક સંસ્થાઓમાં પ્રાધ્યાપક અને પીએચ.ડી. ગાઈડ તરીકે કામગીરી કરી ચૂકેલા ભારતીબહેને શિક્ષણક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

એમણે ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીનકાળના લગભગ ૮૦ જેટલા શિલાલેખો, તામ્રપત્રલેખો, અનેક પાળિયા પરનાં લખાણો, ૫૦૦ કરતા વધુ જૈન પ્રતિમાલેખો વાંચી તેનું સંપાદન, વિવેચન તેમજ પ્રકાશન કર્યું છે અને ૭૦૦ કરતા વધુ પ્રાચીન હસ્તપ્રતોની અને ૨૦૦૦થી વધુ સિક્કાની સૂચિ તૈયાર કરી છે. તેમના આ અનુપમ સંશોધન કાર્યને કારણે ગુજરાતના ઈતિહાસ અંગે કંઈ રસપ્રદ અને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ શકી છે.

અત્યારે આધુનિક ગણાતા સમયમાં પણ જ્યારે મહિલાઓએ ભણવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે  ત્યારે ૫૦ વર્ષ પહેલાના સમયમાં ભારતીબહેને ડબલ એમ.એ અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે અને સંશોધનના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન પુરું પાડયું છે. આનો શ્રેય આપતા તેઓ કહે છે કે, પરિવારના સહયોગ વગર કશું જ નથી થતું. મને મારા કામમાં મારા પરિવારજનોનો સતત સહયોગ મળે છે.

આજે ૮૦ વર્ષેય તેમનું સંશોધનનું કાર્ય સતત ચાલું જ છે. સાથે સાથે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનુંં તેમજ તેમની પરિક્ષા લેવાનું કામ કરતા રહે છે. સંશોધનના ક્ષેત્રમાં તેમણે કરેલી સુંદર કામગીરી બદલ તેમને ગુજરાત વિદ્યાસભાનો ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તકફથી અપાતો આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક સહિતના અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.રોજે ભાગવતપુરાણનો પાઠ કરતા પોતાના દાદા, પોતાના ગુરુઓ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી,કે.કા. શાસ્ત્રી અને વસંતભાઈ પંડયાને તેઓ પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.

સંશોધન દરમિયાન મહંમદ બેગડાના જીવનની કેટલીક સારી બાબતો જાણવા મળી
મહંમદ બેગડા ઉપર લખાયેલા રાજવિનોદમહાકાવ્યનો અભ્યાસ કરતા તેના જીવન અંગે કેટલીક સારી બાબતો જાણવા મળી હતી. જેમકે તે ભારતીય સંગીતનો શોખીન હતો અને તેણે તેની પ્રજા માટે કેટલાય ઉદ્યાનો, કૂવાઓનું નિર્માણ કરાવ્યું હતું.તો વળી અન્ય એક કિસ્સામાં દક્ષિણ આફ્રીકાથી ૩૦૦ કિમી દૂર આવેલા ટાપુ પરથી ગુજરાતી ભાષામાં લખાયેલા શિલાલેખો મળી આવ્યા હતા. જે કચ્છ, ઘોઘા તેમજ ગુજરાતના બંદરોએથી વેપાર કરવા ગયેલા ગુજરાતી વેપારીઓએ કોતરાવ્યા હતા.

Post Comments