Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અકસ્માતથી થતી માથાની ઈજાના કારણે ૯૦ ટકા લોકો મૃત્યુ પામે છે

આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી તથા વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 'રોડ સેફટી વીક' ઉજવણીના ભાગરૃપે  વાહન ચલાવતી વખતે લેવાની કાળજી અંગે વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને ઉપયોગી ટીપ્સ આપી અપાઈ હતી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી (જીટીયુ) અને અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટીવ કમિટીના સંયુક્ત ઉપક્રમે ૯મીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન 'રોડ સેફટી વીક' એટલે કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આરટીઓના નિષ્ણાત શહેરીયાર ઝવેરીએ આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી તથા વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રેઝન્ટેશન રજૂ કરીને જનજાગૃતિ ફેલાવી હતી.  તેમણે આ બંને કાર્યક્રમોમાં કુલ ૧૬૦ વિદ્યાર્થી તથા પ્રોફેસરોને ડ્રાઈવિંગ કરતી વખતે કેવી સાવચેતી રાખવી તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

તેઓએ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે ભારતમાં છેલ્લા એક દાયકામાં ૧૩ લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સરકારી આંકડાઓના આધારે જાણવા મળે છે. અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિ જો પરિવારનું ભરણપોષણ કરનાર એકમાત્ર વ્યક્તિ હોય તો તેના અણધાર્યું મૃત્યુ બાદ જીવિત રહેલા કુટુંબીજનોએ જે પીડા, દુઃખ અને આઘાત અનુભવે તેની ગણતરી આંકડામાં થઈ ન શકે.

મોટાભાગના અકસ્માતો ડ્રાઈવરની ભૂલના કારણે સર્જાય છે. સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વકના ડ્રાઈવિંગથી અકસ્માત થવાની સંભાવનાઓ ૮૨ ટકા સુધી ઘટાડી શકાય છે.  

રાત્રિના સમયે અકસ્માત ૪૦ ટકા વધે છે
માર્ગ ઉપર અકસ્માતથી થતી માથાની ઈજાના કારણે ૯૦ ટકા લોકો મૃત્યુ પામે છે. રાત્રિના સમયે માર્ગ ઉપર અકસ્માતની સંભાવના ૪૦ ટકા સુધી વધી જતી હોય છે. ટુ-વ્હીલરમાં સારી ગુણવતાવાળી હેલ્મેટથી માથાની ઈજામાં બચાવ થાય છે. મોટરમાં સીટ બેલ્ટનો ઉપયોગ કરેલો હોય તે સમયે થતા અકસ્માતમાં, તેનો ઉપયોગ કરનારના મૃત્યુનું પ્રમાણ ૫૦ ટકા જેટલું ઘટી શકે છે.

આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે સ્કૂટર કે મોટરસાઈકલમાં આગળની બ્રેક મારવાથી વાહન ઉથલી પડે છે, પણ હકીકતમાં ટુ-વ્હીલરમાં બંને બ્રેક એકસાથે મારવી જોઈએ. માર્ગ અકસ્માતના અમુક કેસો વાહન ચાલકને સામાન્ય ઇજા થાય તો પણ શરીરનું સંપૂર્ણ ચેકઅપ કરાવી લેવું જોઇએ જેથી ગંભીર તકલીફથી બચી શકાય છે.

દર વર્ષે ૧૦ ટકા નવા વાહનો ઉમેરાય છે
આપણા દેશમાં માર્ગ વાહન વ્યવહારનું વિશાળ માળખું ગોઠવાયેલું છે. આથી ૭૦ ટકા માલ-સામાન અને ૮૫ ટકા મુસાફરો પરિવહન માટે માર્ગોનો ઉપયોગ કરે છે. અલગ અલગ શ્રેણીમાં નોંધાયેલા મોટર વ્હીકલ્સની કુલ સંખ્યા દર વર્ષે લગભગ દસ ટકાના દરે વધી રહી છે.

ભારતનાં ઝડપી આથક વિકાસના કારણે વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.અને ઉચ્ચ ટેકનોલોજીને કારણે આપણા વાહનોમાં સલામતી માટે નવી અને વધુ સારી સુવિધાઓ જોવા મળે છે. પરંતુ આપણા ડ્રાઈવરોમાં ભયજનક અને જોખમી પરિસ્થિતિમાંથી સલામત રીતે ઉગરી જવાય તેવી અદ્યતન તાલીમનો અભાવ છે.

Post Comments