Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭૦૦ વર્ષ જૂની કલાને મોડર્ન ટચ આપી ૧૫ પરિવારને રોજગારી અપાઈ

અમદાવાદની સાથ સંસ્થાના આર વીવ્ઝ એકમ દ્વારા સુરેન્દ્રનગરના ગામડાઓની તાંગલીયા કલાને મોડર્ન ટચ આપી દેશ વિદેશ સુધી પહોંચાડી લુપ્ત થઈ રહેલી કલાને ફરી જાગૃત કરાઈ છે.

વિગતે વાત કરતા સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર બેલાબહેન જોશી કહે છે કે સુરેન્દ્રનગરના ગામડાઓમાં રહેતા ડાંગજીયા કમ્યુનિટીના લોકો ૭૦૦ વર્ષથી તાંગલીયા બનાવતા હતા.

તાંગલીયા એ હાથવણાટથી થતી કાપડવણાટની એક રીત છે જેના પર વર્ષો સુધી આ કોમ્યુનિટી નભતી હતી પણ આધુનિકીકરણના લીધે અને વેચણા ઘટવાના લીધે આ કોમ્યુનિટીએ ધીમે ધીમે આ કાર્ય છોડી અન્ય કાર્યમાં લાગી હતી. ૨૦૦૭માં આ વાતનો સંસ્થાને ખ્યાલ આવતા સંસ્થા દ્વારા આધુનિક તાલીમ આપી આ કલાને આગળ વધારવા માટે લૉન, માર્કેટીંગ, ડિઝાઈન વર્ક વગેરેની મદદ મળતા આજે ૧૫ પરિવાર આ સંસ્થા સાથે જોડાઈ આ કલામાં કાર્યરત છે એટલું જ નહીં યુવાનો પણ નોકરીના બદલે તાંગલીયા વણાટ તરફ આકર્ષાયા છે.

અમારા દ્વારા આ લોકોને વધુને વધુ પ્રોત્સાહન મળે અને હાથવણાટની લાંબી પ્રોસેસ દ્વારા તૈયાર થયેલું વસ્ત્રની સચ્ચાઈ લોકોને સમજાય તે માટે અમે અમદાવાદ, કલકત્તા, બેંગ્લોર અને પુણે જેવા શહેરોમાં એક્ઝિબિશન પણ કર્યા છે અને લોકોની માંગ મુજબ મોડર્ન ટચ આપી એનઆઈડીના એક એલ્યુમિનાઈ દ્વારા વેચાણ કરાવી કારીગરોનો પુરતુ વળતર અપાવી એક ભુંસાતી જતી પરંપરાને જીવતી રાખી છે.

Post Comments