Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નસીરુદ્દીન શાહ સરને ફીના પૈસા ચૂકવવાના બાકી છે!

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મના ડિરેક્ટર કહે છે

૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝમાં NIDના પૂર્વ વિદ્યાર્થી મનિષ સૈનીની ફિલ્મ 'ઢ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર

મનિષ સૈનીએ તેની પ્રથમ ઇન્ડિપેન્ડટ શોર્ટ ફિલ્મ 'ગુલ્લાક'(ધ પીગી બેન્ક) બનાવી હતી. જે ઘણી લોકપ્રિય રહી હતી. આ ફિલ્મમાં ચીની અને દીપુ નામના બે બાળકોની ખૂબ સુંદર વાત છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ના પૂર્વ વિદ્યાર્થીએ બનાવેલી ફિલ્મ 'ઢ' ગુજરાતી ફિલ્મને ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'બેસ્ટ ગુજરાતી ફિલ્મ'નો એવોર્ડ મળ્યો છે. ૨૦૧૭માં રોંગસાઈડ રાજુએ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ખિતાબ જીત્યો હતો. આ વર્ષે ઢ ફિલ્મે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

આ ફિલ્મ એનઆઈડીમાંથી ગ્રેજ્યુએટ થયેલા મનિષ સૈનીએ લખી તથા ડિરેક્ટ કરી છે. મનીષ સૈની મૂળ હરિયાણાના છે અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા છે.  ફિલ્મની વાર્તા ત્રણ બાળકોની આસપાસ ફરે છે. ગુંજન, બજરંગ અને વકીલ નામના ત્રણેય બાળકો ભણવામાં ઢ છે અને તેમને એવું લાગે છે કે પોતાની તમામ તકલીફોનો ઉકેલ જાદુથી જ આવી શકશે. તેથી પોતાના પ્રિય જાદુગરને તેઓ પત્ર લખીને  પરીક્ષામાં પાસ થવા તેની મદદ માંગે છે.

જાદુગર કઈ રીતે બાળકોને મદદ કરે છે તે આ ફિલ્મમા રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યું છે. જાદુગરનું પાત્ર નસીરુદ્દીન શાહે તથા હિન્દી શિક્ષકનું પાત્ર બિજેન્દ્ર કાલા જેવા પીઢ કલાકારે ભજળ્યું છે તો ગુજરાતના જાણીતા નાટયકલાકાર અર્ચન ત્રિવેદી દાદાજીના પાત્રમાં છે. 

ખાસ વાત તો એ છે કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ તથા વિરમગામ જેવી જગ્યાએ કરવામાં આવ્યું હતું. આશરે બે કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મ રિલીઝ થવાની હજુ બાકી છે પણ ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલ અને યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેને ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો હતો.

એનઆઇડીના ફિલ્મ અને વિડિયો વિભાગના પ્રો. અરુણ ગુપ્તા કહે છે કે NIDના પૂર્વ વિદ્યાર્થીએ બનાવેલી કોઈ ફિલ્મને પહેલી વખત નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે ખૂબ ગર્વની વાત છે.  NIDના પૂર્વ ગ્રેજ્યુએટો આ ફિલ્મ સાથે સંકળાયેલા છે.

વાર્તા જોઈને નસીરસાહેબ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી

આ ફિલ્મનો વિચાર એનઆઈડીમાં ભણતો હતો એ વખતે જ આવ્યો હતો. મારા એનઆઈડીના મિત્રો સાથે મળીને મેં ફિલ્મની વાર્તા લખી હતી. ફિલ્મની વાર્તા જોઈને નસીરસાહેબે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. તેમને હજુ ફીના પૈસા ચૂકવવાના બાકી છે. ફિલ્મ રિલીઝ થયા પછી તેમને આપી દઈશું. -મનીષ સૈની

Post Comments