Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છેલ્લાં ૧૦ વર્ષથી વિવિધ વૃદ્ધાશ્રમના વડીલો કે જરૃરિયામંદ સાથે બર્થડે સેલિબ્રેશન કરું છું

- ૨૮મી જુલાઈએ મહાદેવનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ પંડિતનો ૪૨મો જન્મદિવસ હતો.

- તેમણે જન્મદિવસ પર ધામધૂમ કરી વ્યર્થ ખર્ચ કરવાના બદલે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરવાનું નક્કી

૨૮મી જુલાઈએ મહાદેવનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ પંડિતનો ૪૨મો જન્મદિવસ હતો. તેમણે જન્મદિવસ  પર ધામધૂમ કરી વ્યર્થ ખર્ચ કરવાના બદલે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું. સંયુક્ત કુટુંબમાં રહેતા હરેશભાઈ છેલ્લાં ૧૦ વર્ષથી આ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. આજથી બરાબર ૧૦ વર્ષ અગાઉ 'ગુજરાત સમાચાર'માં અપૂર્વ નામના યુવાનનો લેખ વાંચીને તેમને પ્રેરણા મળી અને આ વિચાર પોતાના પરિવાર સમક્ષ મૂકતા તેઓએ પણ આ સેવાકાર્યને બિરદાવ્યું. બસ ત્યારથી તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વડીલોને ધાર્મિક સ્થળની મુલાકાત, ચા-નાસ્તો, ભોજન, કપડાંનું વિતરણ વગેરે જેવા સેવાકીય કામથી કરે છે. આ સિવાય તેઓ જ્યારે કોઈ પણ વૃદ્ધાશ્રમની મુલાકાત લે તો ત્યાંના વડીલો માટે વિવિધ પ્રકારના નાસ્તા કે જમવાનું પણ આયોજન કરે છે. આ અંગે વાત કરતા હરેશભાઈ પંડિત કહે છે કે, હું ૪૨ વર્ષનો થયો છું અને છેલ્લાં ૧૦ વર્ષથી હું શહેરના વિવિધ વૃદ્ધાશ્રમના વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરૃ છું. જેમા ઓને ધાર્મિક સ્થળ ડાકોર, ગણપતપુરા જેવા ધાર્મિક સ્થળના દર્શન, ચા-નાસ્તો, ભોજન અને કપડાંનું વિતરણ પણ કરૃ છું. આ વખતે મેં મારા જન્મદિવસની ઉજવણી સિંગરવા સ્થિત રમાબેન નવીનભાઈ ઝવેરી વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓ સાથે કરવાનું નક્કી કર્યું હતું. ત્યાં મે મારા પરિવાર સાથે જઈને તેઓ સાથે ભોજન, ચા-નાસ્તો, આઈસક્રીમ, કપડાંનું વિતરણ કર્યું. જો કે, ભારે વરસાદના કારણે તેઓને ધાર્મિક સ્થળના દર્શન કરાવવાનું મોકૂફ રાખ્યું અને આવતા મહિને નક્કી કર્યું છે. જ્યારે આ વડીલો સાથે આ કામગીરી કરું છું તો તેમના અંતરાત્માથી જે આશિર્વાદ મળે છે તો પોતાની જાતને ભાગ્યશાળી તો ઘણું જ છું પણ સાથે સાથે કંઈ સારૃ કામ કર્યું હોવાનો અહેસાસ પણ થાય છે.
છેલ્લાં ૧૦ વર્ષથી હરેશભાઈ પોતાના જન્મદિવસની ઉજવણી ખોટા ખર્ચ કરવાના બદલે આ રીતે સેવાકીય પ્રવૃતિથી કરે છે. જેનું સંપૂર્ણ આયોજન સ્વખર્ચે કરે છે. આ વડીલો માટે તેઓ જન્મદિવસે ૨૦થી ૨૨ હજારનો ખર્ચ કરતા પણ અચકાતા નથી.

Post Comments