Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IIT-Gnમાં પ્રથમ વખત આઉટ બાઉન્ડ સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

સહકર્મીઓના વ્યક્તિત્વની બીજી બાજુ જોવા મળી,  IIT-Gnમાં પ્રથમ વખત આઉટ બાઉન્ડ સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાયો
આઈઆઈટીના સ્ટાફ ડેવલપમેન્ટ સેલ તરફથી ૨જી ડિસેમ્બરે હિંમતનગર પાસે આવેલા પાર્વતી હિલ્સ જંગલ ખાતે બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ નામના સ્ટાફ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈઆઈટીના વિવિધ ડિપાર્ટમેન્ટના આશરે ૫૦ જેટલા સ્ટાફ મેમ્બર્સે ભાગ લીધો હતો. આઈઆઈટીના કેમ્પસથી આશરે ૯૦ કિમીની દૂર યોજોયેલા આ કાર્યક્રમે પાર્ટિસિપન્ટ્સને રોજિંદા ઓફિસ રૃટિનમાંથી બ્રેક આપીને પ્રકૃત્તિના સાનિધ્યમાં એકબીજા સાથે ઈન્ટરેક્ટ કરવાની અનોખી તક આપી હતી. આ કાર્યક્રમમાં ટ્રેકિંગ, ઓબ્સ્ટેકલ કોર્સ, સ્પોટ્ર્સ એન્ડ ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આઈઆઈટીના રજિસ્ટાર પી.કે. ચોપરાએ કહ્યું કે આ પ્રકારે પ્રથમ વખત અમે અમારા સ્ટાફ માટે આઉટબાઉન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. અમે ઘણાં દિવસોથી આવી ઈવેન્ટ આયોજન કરવા અંગે વિચારી રહ્યા હતા. સાથે કામ કરતા સહકર્મીઓના વ્યક્તિત્વની અધર સાઈડ અમને આ કાર્યક્રમમાં જોવા મળી હતી.
 

Post Comments