Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતાની ITIથી પુત્રની IIT સુધીની સફર

થોડા દિવસ પહેલાં જ  જેઇઇ-એડવાન્સનું રિઝલ્ટ આવ્યું જેમાં અમદાવાદના સ્ટુડન્ટસનું જ્વલંત પરિણામ આવ્યું હતું પરંતુ અમદાવાદના જીગર મકવાણા અને કલોલના આકાશ ગોસાઇએ ખૂબ સંઘર્ષ વચ્ચે જેઇઇ-એડવાન્સમાં સફળતા હાંસલ કરી છે. પરિવારનો ભાર અને ભણતરના ભારના સમન્વય વચ્ચે પણ અથાગ પરિશ્રમથી નિશ્ચિત ગૉલ મેળવી શકાય છે.

જીવનમાં કોઈ ચોક્કસ ગોલ મેળવવો હોય તો તેના માટે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ ઉક્તિને ગુરૃકુળ સુભાષચોક વિસ્તારમાં રહેતા જીગર મકવાણાએ સાર્થક કરી છે. જીગરના પિતાએ ભલે આઈટીઆઈમાં અભ્યાસ કર્યો હોય પણ તેઓએ પોતાના પુત્રને દેશની અગ્રણી ગણાતી આઈઆઈટી જેવી સંસ્થામાં એડમિશન અપાવવાનું સપનું સાકાર કર્યું છે. જીગર કમ્પ્યૂટર સાયન્સ કરવા માગતો હોઈ તેને આઈઆઈટી બોમ્બેમાં એડમિશન પણ મળી જશે. જીગરે મેઈન્સમાં ૩૬૦માંથી ૨૪૯ અને એડવાન્સમાં ૩૬૬માંથી ૨૮૯ સ્કોર મેળવી ઓબીસી ઓલ ઈન્ડિયામાં ૩૨મો રેન્ક મેળવ્યો છે.

જીગરના પિતા સુભાષભાઈ સ્ટીલ ફર્નિચર બનાવવાનો વ્યવસાય કરે છે અને માતા પન્નાબહેન હાઉસવાઈફ છે. જીગરે મનમાં જ નક્કી કરી લીધું હતું કે આઈઆઈટીમાં જ અભ્યાસ કરવો છે. જેથી તે દિવસના સાતથી આઠ કલાકનો અભ્યાસ કરતો. નવાઈની વાત તો એ છે કે, જીગર પાસે આજ દિન સુધી મોબાઈલ નથી અને પોતે ક્યારેય પોતાના પિતા મોબાઈલની માંગણી કરી નથી. આ સિવાય છેલ્લાં બે વર્ષથી ઘરમાં ટીવીનું કનેક્શન પણ નથી. ઉપરાંત જીગરની મોટી બહેને ઈ.સી.નો અભ્યાસ કર્યો અને હાલ તે બેંગ્લોર જોબ કરે છે. ઈ.સી.ના અભ્યાસ દરમિયાન તેણે પણ મોબાઈલ માગ્યો ન હતો. જ્યારે બીજી બહેન સિલ્વર ઑક કોલેજમાં આઈ.ટી.નો અભ્યાસ કરે છે. તેની પાસે પણ મોબાઈલ નથી કે ક્યારેય પિતા પાસે મોબાઈલની માંગણી કરી નથી.

આ અંગે જીગર કહે છે કે,  હું રોજ સાતથી આઠ કલાક મહેનત કરતો હતો. સોશિયલ મીડિયાથી દૂર રહેતો અને મોબાઈલ પણ વાપરતો નથી. આઈઆઈટી બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યા બાદ હું એમબીએ કરવા માગું છું. બાદમાં હું ભારતમાં જ રહીને એક બિઝનેસ કરવા માગું છું.અમે મૂળ સૌરાષ્ટ્રના જામનગરના છીએ. અમારા સૌરાષ્ટ્ર લુહાર-સુથાર સમાજમાં હું એકમાત્ર એવો છું કે જેને આઈઆઈટી બોમ્બેમાં ચોક્કસ મળી જશે કારણ કે મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી.

પ્રશ્નોને વારંવાર રિપીટ કરવા કરતા નવા પ્રશ્નો વાંચવા જોઈએ
કલોલના રહેવાસી આકાશ ગોસાઈએ જેઈઈ એડવાન્સમાં ઓબીસી ક્વોટા ૨૭૬ સ્કોર સાથે ઓલ ઈન્ડિયામાં ૭૧મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તે કહે છે કે હું બોપલની સેટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલ દરમિયાન રોજ ઘરથી અપડાઉન દરમિયાન પણ હું વાંચન ચાલુ રાખ્યું હતું અને ધોરણ ૧૧થી જ મે જેઈઈમાં સારો રેન્ક લાવવો છે તેવું નક્કી કરી લીધુ હતું. વેકેશન દરમિયાન જેઈઈ માટે ક્લાસમાં જવા શટલ રીક્શા કે બસનો ઉપયોગ કરતો જેથી ઘણી વખત ક્લાસીસથી ઘણું દૂર ઉતરવું પડતુ અને ચાલતા ક્લાસે પહોંચતો ત્યારે ઘણા મિત્રો ચાલીને સમય વેડફે છે તેવી વાત કરતા પણ એમને ક્યાં ખબર હતી કે રસ્તામાં ચાલતા ચાલતા આગળના દિવસે વાંચેલું હું યાદ કરતો હતો. મેં ક્યારેય કોઈ પ્રશ્નને રિપિટ કરવાની કોશિશ નથી કરી પણ વધુને વધુ વેરાઈટીવાળા પ્રશ્નો વાંચ્યા છે. એક જ પ્રશ્ન પાછળ સમય બગાડયા વગર વેરાઈટીઝમાં સમય આપવાથી એક્ઝામ સરળતાથી સોલ્વ થઈ શકે છે. આ પરિણામ બાદ હું દિલ્હીમાં કમ્પ્યૂટર સાયન્સમાં અભ્યાસ કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું.
 

Keywords Father's,ITI,trip,to,son,from,IIT,

Post Comments