Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉપવાસનો મહિમા સમજાવી ગૌરીવ્રત કરતી વિદ્યાર્થિનીઓનો ખર્ચ ઉપાડયો


અમરાઈવાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી ગીત સ્કૂલ ૨૦૦૦ દીકરીને ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત કરવામાં સંપૂર્ણ મદદ કરે છે આ વિસ્તારમાં ઘણી દિકરીને ગૌરી કે જયાપાર્વતી વ્રત કરવું હોય છે પરંતુ ઘરે માંડ એક ટાઈમ જમવાનું મળતું હોય ત્યાં વ્રત કરવાનું સ્વપ્ન જ કયાં જોવાય. આવી દીકરીઓ પણ સક્રિય પણ ગૌરીવ્રત કે જયાપાર્વતી વ્રત કરી શકે અને ધામધૂમથી વ્રતની  ઉજવણી કરી શકે તે માટે અમરાઈવાડીની ગીતા વિદ્યાલય દ્વારા છેલ્લા ૮ વર્ષથી શાળામાં અભ્યાસ કરતી કે અન્ય શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને ગૌરીવ્રત કરવા માટે પ્રેરણા આપે છે અને જે દીકરીઓ ગૌરીવ્રત કરે તેમને સવારે ડ્રાઈફ્રૂટ, બપોરે જમવાનું અને સાંજે ફરાળી નાસ્તો આપે છે. એટલું જ નહી દરેક દીકરીઓનો ઉત્સાહ વધારવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રોજે રોજની ગીફ્ટ, ઈનામ  પણ આપવામાં આવે છે. ગયા વર્ષે આ સ્કૂલ દ્વારા ૧૫૦૦ દિકરીને ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત તમામ ખર્ચ શાળાએ ઉપાડયો હતો જ્યારે આ વર્ષે ૨૦૦૦ વિદ્યાર્થિનીનો તમામ ખર્ચ શાળા ઉઠાવ્યો છે.
 

Post Comments