Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટુડન્ટસે કચ્છના કારીગરો સાથે મળીને હેન્ડ સ્પિનિંગ પ્રક્રિયાને જીવંત કરી

NID, કચ્છી વણકર કમિટી અને ખમીર એનજીઓ દ્વારા સસ્ટેનેબલ ફેબ્રિક બનાવવા માટે આઠ વીકનો પ્રોગ્રામ

કચ્છની લુપ્ત થઇ રહેલી 'કાલા કોટન અને ઘેટાંના ઊન'માંથી કાપડ બનાવવાની કલાને લોકો સમક્ષ ફરીથી લાવવા માટે એન.આઇ.ડી.સ્ટુડન્ટસ દ્વારા કચ્છ ખાતે આઠ વીકનો પ્રોગ્રામ કરાયો હતો, જેમાં સ્ટુડન્ટસે કચ્છનાં કારીગરો સાથે મળીને ઘેટાનાં ઊન અને કાલા કોટનમાંથી હેન્ડ સ્પિનિંગ ટેકનિકથી સસ્ટેનેબલ ફેબ્રિક તૈયાર કર્યાં છે. આઠ વીકનાં પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટસે લોકલ કારીગરો સાથે મળીને એકસ્ટ્રા વેફ્ટ અને તાંગળીયા ટેકનિક દ્વારા ફેબ્રિક મટીરિયલ્સ તૈયાર કર્યાં છે. તૈયાર કરાયેલા કેટલાક કાપડ પર ઇકત ડાઇંગ પ્રક્રિયા દ્વારા કાપડને રંગ પણ કરવામાં આવ્યો છે.

 

આઠ વીકનાં પ્રોગ્રામનો હેતુ લુપ્ત થઇ રહેલી ઊન મટીરિયલમાંથી બનાવાતા કાપડની કલા અને તેની વિવિધ ટેકનિકને ફરી જીવંત કરવાનો હતો. પ્રોગ્રામમાં સ્ટુડન્ટસે ઊનમાંથી યાન બનાવવું અને ઊનના યાન સાથે કાલા કોટનનો ઉપયોગ કરી મિક્સ મટીરિયલ કાપડ બનાવવાની પ્રક્રિયા પણ સમજી હતી. પ્રોગ્રામમાં ૧૨ સ્ટુડન્ટની ત્રણ ટીમે ભાગ લીધો હતો.

ઓસ્ટ્રેલિયન ઊનમાં રાસાયણિક પ્રક્રિયા કરાય છે જે શરીરને નુકસાનકારક છે

ભારતમાં હાલમાં ઓસ્ટ્રેલિયન ઊન વધારે પ્રખ્યાત છે. જે ભારતીય ઊનના પ્રમાણમાં હળવુ અને નરમ હોય છે પરંતુ વર્તમાન સમયે ઓસ્ટ્રેલિયન ઊન યાનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયા પણ કરાય છે. જે શરીરને નુકસાન કારક સાબિત થઇ શકે છે. તેની સરખામણીએ ભારતીય ઊન યાન નેચરલ હોવાથી શરીરને નુકસાન કરતી નથી.

Post Comments