Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉદ્યોગ સાહસિક તેને કહેવાય જે જરૃરિયાતોનો ઉકેલ લાવે

ઈડીઆઇઆઇમાં એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટના પ્રથમ દિવસે ક્રિસ ગોપાલક્રિષ્નને સ્ટુડન્ટસ સાથે વાત કરી

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલેપમેન્ટ ઇન્ટિસ્ટયૂટ  ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)માં બે દિવસીય વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટની શરૃઆત થઇ છે જેના પ્રથમ દિવસે ઇન્ફોસિસના સહસ્થાપક  ક્રિસ ગોપાલક્રિષ્નન સ્ટુડન્ટસ સાથે વાત કરતા કહ્યું કે,  ઉદ્યોગ સાહસિક તેને કહેવાય જે જરૃરિયાતોનો ઉકેલ લાવે. દરેક રાજ્ય સરકાર સ્ટુડ્ન્ટસને સ્ટાર્ટઅપ માટે  સહાય આપતાં હોય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઇકોનોમિકલ ગ્રોથ વધ્યો છે. સ્ટાર્ટઅપ સ્ટુડ્ન્ટસને એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેમાં પ્રેરણા આપે છે. જેનાથી દેશના કોઇપણ ખૂણાના ઉદ્યોગ સાહસિક માટે નવું પ્લેટફોર્મ ઊભું કરવા માટે ઉપયોગી બની રહે છે.

નવા ઉદ્યોગ સાહસિકો માટે નવી તકો ઊભી કરવા માટે અને રોકાણકારો સમક્ષ પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સારો સમય છે જેનાથી  એકબીજા સાથે વિચાર રજૂ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કમ્પ્યૂટર ક્ષેત્રે છેલ્લાં ૫૦ વર્ષમાં ઘણા બદલાવ થયા છે અને આવતાં બીજા ૫૦ વર્ષમાં આનાથી વધારે બદલાવો  આવશે.

 

ઇડીઆઇઆઇના ડાયરેકટર સુનીલ શુકલા કહ્યું કે, આ સ્ટાર્ટઅપ સમિટ છેલ્લાં ૭ વર્ષથી યોજાય છે. અત્યારે સ્ટુડન્ટસ માટે સ્ટાર્ટઅપનો  અનુકૂળ સમય છે. આ સમિટમાં સ્ટાર્ટઅપ સ્કિલના ૧૦૦ જેટલાં સ્ટોલ સ્ટુડન્ટસે તૈયાર કર્યા આવશે.

Post Comments