Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂર્યમાં વિશાળ વિસ્ફોટના કારણે આગામી ૪૮ કલાકમાં ધરતીકંપની શક્યતા !

પીઆરએલના રિટાયર્ડ વૈજ્ઞાનિક ડૉ.રાજમલ જૈને કરેલા સંશોધનમાં ૬ સપ્ટેમ્બરે આગાહી કરી કે ૮ સપ્ટેમ્બરે ધરતીકંપ આવશે અને મેક્સિકોમાં ૮.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
અત્યારે કડી વિશ્વવિદ્યાલયમાં સંશોધન અને વિજ્ઞાન વિભાગના ડીન તરીકે ફરજ બજાવતા અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ)માંથી ૨૦૧૩માં રિટાર્યર થઇ ચૂકેલા ડૉ. રાજમલ જૈન અને તેઓની ટીમ અત્યારે ગુજકોસ્ટની સહાયતાથી 'સૂર્ય પૃથ્વી વચ્ચે સંબંધ' વિષય પર સંશોધન કરી રહ્યા છે. સંશોધનમાં ડૉ. જૈને ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સૂર્યના અંદર એક વિસ્ફોટ થયો(એક મોટી સોલર ફ્લેર જન્મી) તેનું અધ્યયન કર્યુ અને તેના તારણો શોધ્યા કે ૮ સપ્ટેમ્બરે ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં આ સૌર ફ્લેરની અથડામણ થતા ધરતીકંપ થશે તેવું અનુમાન કર્યું હતું અને સાચે જ  ૮ સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ સવારે  ૭.૩૦  કલાકે  ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ થયું અને તેના કારણે ૧૦.૩૦ કલાકે મેક્સિકોથી ૭૦ કિમી દૂર ધરતીકંપ થયો હતો.  તેની તીવ્રતા ૮.૧ હતી. જે ભૂકંપની અસર ૫૦ કિલોમીટર સુધી જોવા મળી હતી. આ આધાર પર ડૉ. જૈન અને તેમની સંશોધન ટીમે ફરીથી અનુમાન કરી આગાહી કરી છે કે ૧૦ સપ્ટેમ્બરની રાતે ૯ કલાકે સૂર્યમાં વિસ્ફોટ થયો છે અને તેના કારણે ૧૨થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન એટલે કે આ બે દિવસમાં  ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ થશે અને તેના કારણે વિશ્વમાં ક્યાંક ફરીથી ધરતીકંપ થઈ શકવાની પૂરે પૂરી સંભાવના છે.  
વધુમાં માહિતી આપતા તેઓ કહે છે કે અત્યારે ગુજકોસ્ટની સહાયતાથી કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અમારો આ સંશોધન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે ધરતીકંપ આવશે તે ક્યાં આવશે તે કહેવું મુશ્કેલ છે પણ જો ડેટા પ્રોપર સેટ થઈ જશે તો હવે પછી તે શોધવું પણ શક્ય થઈ જશે.

વિશ્વપ્રસિદ્ધ ઈંગ્લેન્ડમાં આવેલી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી તરફથી ફેલોથી સન્માનિત એવા ડૉ. જૈને શોધ્યું છે કે આ સૂર્યમાં તોફાન ત્યારે આવે છે જ્યારે સન સ્પોર્ટ (સૂર્ય કલંક) વધુ હોય છે સૂર્યમાં વિસ્ફોટ વધુ તીવ્રતા સાથે થાય છે અને સૂર્ય કલંક ૧૧ વર્ષે વધઘટ થતા રહે છે. અત્યારે વર્તમાનમાં સૂર્ય કલંક ઘટી રહ્યા છે પણ આ રીતે જબરદસ્ત સૂર્યના વિસ્ફોટ થવું તે એક આશ્વર્યની ઘટના છે અને આ ઘટનાના લીધે ધરતીકંપ આવતો હોય છે.

Post Comments