Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગરમ ચા પીવાથી અન્નનળીનું કેન્સર થવાનું જોખમ

- ગરમ કોફી પીવાથી કેન્સર થવાનું જોખમ જોવા મળ્યું નહોતું, પણ ગરમ અને તીખા ખાદ્ય પદાર્થો વધુ પ્રમાણમાં ખાવાથી કેન્સર થવાની શક્યતા વધે છે

દરરોજ સવારના પહોરમાં ગરમ ગરમ ચાની લેવાતી ચુસ્કીઓ કદાચ ભવિષ્યમાં ભારે પડી શકે છે. તાતા મેમોરિયલ હોસ્પિટલે કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમાગરમ ચા પીવાથી અન્નનળીનું કેન્સર થવાની શક્યતા ચાર ગણી વધી જાય છે. તમાકુ, ધૂમ્રપાન અને શરાબનું વધુ પડતું સેવન અન્નનળીના કેન્સર માટે કારણભૂત હોવાનું સર્વવિદિત છે.
કેસ-કંટ્રોલ અભ્યાસ અનુસાર ગરમ ચાની ઉષ્ણતાથી અન્નનળીની દીવાલને ઇજા થાય છે અને તે ઇજા ઘાતક નીવડે છે. કેસ-કંટ્રોલ અભ્યાસમાં ચોક્કસ રોગ ધરાવતી વ્યક્તિની (કેસ) રોગ વગરના વ્યક્તિઓના જૂથ (કંટ્રોલ) સાથે તુલના કરવામાં આવે છે. આ અભ્યાસમાં ૪૪૨ કેસ અને ૧,૬૨૮ કંટ્રોલનો સમાવેશ થયો હતો. ૧૯૮૯થી ૧૯૯૨ વચ્ચે માહિતી એકઠી કરીને વર્ષો સુધી તેની ઝીણવટથી તપાસ કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૦૯માં તેનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.ભારતમાં મોટા ભાગના લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. પણ હુંફાળી ગરમ કે કોકરવાયી ચા પીવાની સરખામણીએ એકદમ ગરમ ચા પીવાથી અન્ન નળીને નુકસાન પહોંચે છે એવું અમે શોધી કાઢ્યું છે એવું તાતા મેમોરિયલ હોસ્પિટલના મેડિકલ રેકોર્ડસ વિભાગના વડા બી. ગણેશે કહ્યું હતું. કાશ્મીર ખીણ જેવા ઠંડા પ્રદેશમાં લોકોને એકદમ ગરમ ચા પીવાની જ ટેવ હોય છે એટલે ત્યાં અન્નનળીનું કેન્સર થવાના કિસ્સા વધારે જોવા મળે છે એમ તેમણે ઉમેર્યું હતું. 

તાતા હોસ્પિટલમાં દર વર્ષે અન્નનળીના કેન્સરના ૮૦૦ જેટલા દરદીઓ આવે છે. જાણીતી આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં હતું કે, પાન ખાનારાઓને અન્નનળીમાં કેન્સરની ગાંઠ થવાનું જોખમ ૧.૧ ગણું, બીડી પીનારાઓને ૧.૮ ગણું, સિગારેટ ફૂંકનારાઓને બે ગણું અને શરાબ પીનારાઓને ૧.૮ ગણું રહે છે.

ગરમ કોફી પીવાથી કેન્સર થવાનું જોખમ જોવા મળ્યું નહોતું, પણ ગરમ અને તીખા ખાદ્ય પદાર્થો વધુ પ્રમાણમાં ખાવાથી કેન્સર થઈ શકે ખરું. જ્યારે તાજી માછલી ખાવાથી કેન્સર થવાનંુ જોખમ ૨૦ ટકા ઘટે છે. આ અભ્યાસમાં કેન્સર ગ્રસ્ત અને કેન્સરરહિત લોકોની ચાવવાની, ધૂમ્રપાનની, શરાબ પીવાની અને આહારશૈલીની આદતોની તુલના કરવામાં આવી હતી, એમ ગણેશે કહ્યું હતું. આમ જોવા જઈએ તો શિયાળામાં આપણને કોઈપણ વસ્તુ હોય ખાવાની કે પછી પીવાની દરેકે વસ્તુ આપણે ગરમ જ પીવાની ઈચ્છા થાય છે. જો કે જે વ્યક્તિને વ્યસનની આદત હોય તેને આ પ્રકારે અન્નનળીનુ કેન્સર થવાનુ જોખમ વધી જાય છે. એક તરફ જોવા જઈએ તો અત્યારે સૈાથી વધારે કેન્સર પુરુષોમા જોવા મળે છે. કારણ કે પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધુ હોય છે.
 

Post Comments