Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૪ વર્ષમાં ૧૯થી વધુ એજ્યુકેશનલ ડિગ્રી મેળવનાર દિવ્યાંગ દર્શિતાબહેન

- સંભાવનાઓના આસમાનમાં ૫ાંખો વિના ઊંચી ઉડાન

આજે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવી સાથે માન પણ વધ્યું પરંતુ શું દિવ્યાંગો પગભર થયા છે? ના, માટે જ આત્મવિશ્વાસથી દિવ્યાંગોને પગભર(એન્ટરપ્રિન્યોર) બનાવવાનું કામ ઉપાડયું છે માણેકબાગ વિસ્તારમાં રહેતા ૮૦ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા ૫૧ વર્ષીય દર્શિતાબહેન શાહે. અમદાવાદના મણિનગરમાં રહેતા બાબુભાઇ શાહને ત્યાં ૧૯૬૫માં ૧૦૦ ટકા દિવ્યાંગ અને જેમની જીવવાની પણ શક્યતા ઓછી હતી તેવી દીકરી દર્શિતાનો જન્મ થયો. સાત વર્ષની ઉંમર સુધી બેસી પણ ના શકે, દસ વર્ષની ઉંમરે ચાલતા શીખ્યા અને બોલવા માટે પણ સંગીત શિક્ષકના સહારાથી આવડયું. પોલિયોને કારણે શાળા જવું શક્ય જ ન હતું પરંતુ ભણવાની ધગશ અને પરિવારના સપોર્ટથી ઘરશાળા જેવા કન્સેપ્ટથી સંઘવી હાઇસ્કૂલમાં ભણ્યા અને એક પણ દિવસ શાળાએ ગયા વગર ધોરણ ૧૨માં સ્કૂલ ફર્સ્ટ આવ્યા. પછી તો એવું થયું કે હવે ભણવાની નવી જ લગન લાગી અને કોલેજ શરૃ કરી. ૧૯૮૬માં બી.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી પણ હજુ કંઇક કરી લઉ અને અખૂટ આત્મવિશ્વાસથી સતત ૨૪ વર્ષ અર્થાત્ ૨૦૧૦ સુધી વિવિધ વિષયોમાં ભણી ૧૯ ડિગ્રી પ્રાપ્ત કરી જેમાં પાંચ તો માસ્ટર ડિગ્રી છે. જીવનના સતત ૩૯ વર્ષ સુધી અભ્યાસ. ચાલુ અભ્યાસમાં વિવિધ સંસ્થાઓ સાથે દિવ્યાંગો માટે કામ કરવાની શરૃઆત કરી. અત્યાર સુધીમાં ૧૨થી વધારે અંધજન મંડળ અને અપંગ માનવ મંડળ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું અને હાલમાં પણ પ્રવૃત છે. આ આરસામાં ૩૫થી વધારે સ્ટેટ અને નેશનલ એવોર્ડથી સન્માનિત પણ થયા.

આજના દિવ્યાંગોએ ઓછામાં ઓછો ગ્રેજ્યુટ જેટલો અભ્યાસ કરવો જોઇએ. દિવ્યાંગો નોકરીના વિચારો કરતા એન્ટરપ્રિન્યોર બની પગભર થવાનો વિચાર કરે. આવનાર ૨૫ વર્ષ સુધીમાં સમાજને બતાવી દો કેમ અમે પણ કંઇક કરી શકીએ તેમ છીએ. દર્શિતાબહેન શાહ


દર્શિતાબહેનને મળેલા એવોર્ડ

  • ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 'બેસ્ટ સોશિયલ વર્કર-૨૦૧૩'
  • દિવ્યાંગ હોવા છતાં સૌથી વધુ ડિગ્રી મેળવવા બદલ લિમ્કા બૂક રેકોર્ડ અને ઇન્ડિયા બૂક રેકોર્ડ
  • આઇ.આઇ.એમ દ્વારા 'ધ બેસ્ટ એન્ડ મોસ્ટ ઇનોવેટીવ પર્સન'
  • 'રોલ મોડલ લેડી' તરીકે નેશનલ એવોર્ડથી સન્માનિત
     

Post Comments