Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્લેટફોર્મ નં.૧૨ પર ઉપેક્ષિત હેરિટેજ અને અનાથ બાળકો અંગે ચર્ચા થશે

અતુલ્ય વારસો દ્વારા દર મહિનાને થતી ટી પાર્ટી આ વખતે ૧૧ ફેબુ્રઆરીએ બપોરે ૩થી પ દરમિયાન રેલવે પ્લેટફોર્મ પર યોજાશે અને હેરિટેજની સાથે સાથે રેલવેમાં ભાગી આવતા બાળકોના મુદ્દે પણ વાત થશે, કાલુપુર રેલવે સ્ટેશન પર રોજ હજારો લોકોની અવર-જવર થાય છે અહીં રોજે રોજ અનેક બાળકો વિવિધ રાજ્યમાંથી ભાગીને અમદાવાદ આવતા હોય છે. અને ખાસ કરીને બાળકો અહીં જ સ્ટેશન પર રહેવા લાગતા હોય છે. આ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧૨ પાછળનો ભાગ ખંડર જોવો છે જ્યાં  નાના બાળકો દ્વારા અનેક પ્રકારના દુષણોનો અડ્ડો બન્યો છે અને બાળકો ગેર રસ્તે ચડી રહ્યા છે આ વાતનું એડમિનિસ્ટ્રેશનને અને પોલીસને ધ્યાન દોરવા માટે અતુલ્ય વારસો દ્વારા 'ટી પાર્ટી'નું આયોજન ૧૧ ફેબુ્રઆરીએ બપોરે ૩થી પ દરમિયાન રેલવે પ્લેટફોર્મ નંબર ૧૨ પર કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા ક્લાયમેટ ચેન્જ વિષય પર કામ કરતા ડૉ. રોહન ઠક્કર કહે છે કે મેં અત્યાર સુધી રસ્તા પર રખડતી કોઈના સહારા વગરની ઘણીબહેનનો નારી સંરક્ષણ ગૃહમાં પોલીસની મદદ લઈ મોકલી આપી છે. હમણાં હમણાંથી મને રેલવે સ્ટેશન પરથી પણ ઘણા બાળકો મળી રહ્યા છે જેથી અતુલ્ય વારસો સંસ્થાનું ધ્યાન દોર્યું તો તેઓએ મારા જન્મ દિવસે આ પ્રોગ્રામ બનાવ્યો અને મારી સામાજિક પ્રવૃતિને વેગ આપ્યો તે વાતનો મને આનંદ છે. અમે ૧૧ ફેબુ્રઆરીએ અહીં બાળકો કયા કારણો સર ભાગીને આવે છે, કયા કયા રાજ્યોમાંથી આવે છે, અહીં ભાગીને આવતા બાળકોની જવાબદારી કોની છે, આ બાળકો કંઈ આડા રસ્તે ન ચડે તે માટે શું પગલા લઈ શકાય તેવી ચર્ચાની સાથે સાથે અનેક એવા હેરિટેજ છે જેમનું આર્કોલોજીક્લ ડિપાર્ટમેન્ટ ધ્યાન નથી રાખતું તેવા અનાથ હેરિટેજને લોકો કઈ રીતે સાચવશે અને અમદાવાદમાં એવા કયા હેરિટેજો છે તેની વિશેષ ચર્ચા થશે.
 

Post Comments