Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિફ્ટના સ્ટુડન્ટસે બનાવેલા એટેચમેન્ટથી વસ્ત્રો બનાવતી કંપનીઓને રોજ K 50,000 સુધીનો ફાયદો થશે

- નાની ફેકટરીઓ પાસે કપડા બનાવતી કંપનીનું કામ સરળ કરતી 'એડવાન્સ કટ ઓર્ડર પ્લાનિંગ એપ્લિકેશન'

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ) ખાતે તાજેતરમાં 'ટેકનોવા ૨૦૧૭'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ સ્ટુડન્ટે પોતાના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ્સ સાથે ભાગ લીધો હતો. ગ્રેજ્યુએશન પ્રોજેક્ટમાં સ્ટુડન્ટસે ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીને સ્પર્શતા કેટલાંક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્ડસ્ટ્રીને મદદરૃપ સાબિત થનારા બે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા


મોસ્ટ ઈનોવેટીવ પ્રોજેક્ટઃ નાનકડું એટેચમેન્ટ રોજના k 50,000નો ફાયદો કરાવશે
વસ્ત્રો સીવતી વખતે જો મશીનની સોય તૂટી જાય તો સોયના ટુકડા ભેગા કરવામાં ૧૫-૨૦ મિનિટનો સમય નીકળી જતો હોય છે. કારણ કે જ્યાં સુધી તૂટેલી સોયના બધા ટુકડા ન નીકળી જાય ત્યાં સુધી નવી સોય લગાવી શકાતી નથી. આ પ્રોબ્લેમને કારણે વસ્ત્રો બનાવતી કંપની રોજના ૪૫-૫૦ કપડા ઓછાં બનાવી શકે છે. આ પ્રોબ્લેમના સોલ્યુશન તરીકે ઈશિતા ઉપરેટી અને નિકિતા યાદવે 'પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ ઓફ એન ઓન-મશીન નિડલ કલેક્ટીંગ એટેચમેન્ટ' નામનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. કપડા સિવવાના મશીન પર લાગતું આ નાનકડું એટેચમેન્ટ માત્ર ૫ મિનિટમાં તૂટેલી સોયના બધા ટુકડા વીણી લેશે. જેથી દર વખતે સરેરાશ ૧૫ મિનિટના સમયનો બચાવ થશે અને જેને કારણે દિવસના અંતે કંપનીને રૃપિયા પચાસ હજારનો ફાયદો થશે. આ પ્રોજેક્ટને મોસ્ટ ઈનોવેટીવ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો હતો.


નાની ફેકટરીઓ પાસે કપડા બનાવતી કંપનીનું કામ સરળ કરતી 'એડવાન્સ કટ ઓર્ડર પ્લાનિંગ એપ્લિકેશન'
સુનિધિ કુમારી અને નિવેદીતા કુમારીએ પોતાના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટમાં 'એડવાન્સ કટ ઓર્ડર પ્લાનિંગ એપ્લિકેશન ટુ એચિવ ઓપ્ટીમમ ફેબ્રિક યુટીલાઈઝેશન' નામનું સોફ્ટવેર બનાવ્યું હતુ. આ સોફટવેર નાની કંપનીઓના મેન્યુઅલ પ્લાનિંગના કામને ઓટોમેટિક બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી કંપની એ જાણી શકશે કે એક ઓર્ડર પૂરો કરવા કેટલા કપડાની જરૃર પડશે. મોટી કંપનીઓ કે જે પોતે જાતે જ ઉત્પાદન કરે છે તેમના માટે આ પ્રકારના કેટલાંક સોફ્ટવર ઉપલબ્ધ છે પણ નાની અને ફેકટરીમાં વસ્ત્રો બનાવતી કંપનીઓને આ એપ્લિકેશનથી ફાયદો થશે. આ પ્રોજેક્ટને પ્રોજેક્ટ ઓફ ધ યર અને કોમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો હતો. આજે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નવા ઇનોવેશનને વધુ પ્રાધાન્ય અપાય છે તેવું કહેતા સુનિધિ કુમારી કહે છે કે અમે ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી છે જેઓ ખૂબ નાના પાયા પર કામ કરે છે. આથી તેઓને વધુ બેનિફિટ મળી રહેશે.
 

Post Comments