Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકોએ પર્યાવરણને મદદરૃપ બનવા બુક્સ એક્સચેન્જ કરી

સીઇઇ દ્વારા ગ્રીનસાઇકલ પ્રોગ્રામ અંતર્ગત ૨૧ અને ૨૨મીએ લોકો બુક્સ એક્સચેન્જ કાર્યક્રમ યોજાશે

સીઇઇ થલતેજ દ્વારા અર્થ ડેની ઉજવણીના ભાગરૃપે ૧૪, ૨૧ અને ૨૨મી એપ્રિલે સવારે ૧૦થી ૧૨ દરમિયાન 'ગ્રીનસાઇકલ' પ્રોગ્રામનું આયોજન કરાયું છે. પ્રોગ્રામ અંતર્ગત સીઇઇની મુલાકાત લેતા દરેક લોકો પોતાની પાસે રહેલું એક પુસ્તક મૂકી બીજું પુસ્તક એક્સચેન્જ કરી શકે છે. પ્રોગ્રામનો મુખ્ય હેતુ એક વ્યક્તિ માટે નકામા બનેલા પુસ્તકને બીજા લોકો સુધી પહોચાડી તેનો વ્યાપ વધારવાનો છે.

પ્રોગ્રામ વિશે વાત કરતા પ્રિયા નાયરે કહ્યું કે, પ્રોગ્રામ મુખ્ય બાળકો માટે છે કારણ કે, વર્તમાન સમયની પેઢીના બાળકો હંમેશા નવા પુસ્તકો શોધતા હોય છે. તેમને પુસ્તકનું મહત્ત્વ સમજાય અને પુસ્તક એક્સચેન્જ કરે તે માટે પ્રોગ્રામનું આયોજન કરાયું છે. ઉપરાંત એક નવુ પુસ્તક બનાવવા માટે ઘણા લિટર પાણીનો વ્યય થાય અને પર્યાવરણને પણ નુકસાન થાય છે.

 

પ્રોગ્રામમાં ભાગ લેવા માટે એક પુસ્તક જરૃરી

સીઇઇ દ્વારા આયોજિત ગ્રીનસાઇકલ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછી એક બુક પોતાની સાથે લાવવી જરૃરી છે. જેનાં દ્વારા લોકો પોતાની બુક બીજા સાથે બદલાવી શકશે.

 

૧૦૦ પેજનું એક પુસ્તક તૈયાર કરતા ૧૦૦૦ લીટર પાણી વપરાય છે

પુસ્તકની શાહી માટે વાપવામાં આવતો કાર્બન પણ ક્વોલિટીમાં સારો ન હોય ત્યારે નુકસાનકારક હોય છે. ઉપરાંત ૧૦૦ પેજનું એક પુસ્તક તૈયાર કરવા માટે ૧૦૦૦ લિટર પાણીની જરૃર પડે છે. જ્યારે એક વ્યક્તિ માટે ઉપયોગમાં ન આવતુ પુસ્તક બીજા માટે ઉપયોગી બની શકે છે. - પ્રમોદ શર્મા, સીઇઇ

 

Post Comments