Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેપ્ટની ટીમ પંજાબના વર્નાક્યુલર ફર્નિચરનો અભ્યાસ કરશે

ગુજરાત અને રાજસ્થાનના વર્નાક્યુલર ફર્નિચરના કેટલોગ તૈયાર કર્યા બાદ

સેપ્ટના ડિઝાઈન ઈનોવેશન એન્ડ ક્રાફ્ટ રિસોર્સ સેન્ટર દ્વારા યુકેની સંસ્થા સાઉથ એશિયન ડેકોરેટિવ આર્ટસ એડ ક્રાફ્ટ્સ કલેક્શન ટ્રસ્ટના સહયોગથી ૨૦૧૫થી વર્નાક્યુલર ફર્નિચર અંગે સંશોધન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રિસર્ચસે પહેલા ચરણમાં ગુજરાત અને બીજા ચરણમાં રાજસ્થાનના ઘરોમાં પરંપરાગત રીતે વપરાતા ફર્નિચર અંગે સંશોધન કરી આ પ્રકારની ૩૦૦૦ કરતા વધારે વસ્તુઓ આઈડેન્ટીફાય કરી છે તથા તેના કેટલોગ તૈયાર કર્યા છે. હવે આ પ્રોજેક્ટનું ત્રીજું ચરણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પંજાબ અને હરિયાણાના ઘરોમાં વપરાતા ફર્નિચર અંગે સંશોધન કરવામાં આવશે.

વર્નાક્યુલર ફર્નિચર માટે ટાઈપોલોજી ચાર્ટ તૈયાર કર્યો

ગુજરાતી ઘરોમાં પરંપરાગત રીતે વપરાતા ફર્નિચર માટે એક આખો ટાઈપોલોજી ચાર્ટ તૈયાર કર્યો છે. દરેક ફર્નિચરને આસન, મંચ. મંજૂસ, કબાટ, સપાટ અને વસ્તુ જેવી વિવિધ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમ કે આસનની અંદર બેઠક, પાટલો, પીઠ અને માચીનો તેમજ મંજૂશમાં પાણીયારુંથી માંડીને ગૃહસ્થીને સ્ટોર કરી શકાય તે તમામ વસ્તુઓને સમાવી છે. -મિત્રજા વ્યાસ, પ્રિન્સીપલ રિસર્ચર

ગુજરાતભરમાંથી ૨૦૦૦ વસ્તુઓને આઈડેન્ટીફાય કરી છે

 જ્યારે રિસર્ચની શરુઆત કરી ત્યારે અમને  ૧૦૦ જેટલી વસ્તુઓ મળશે તેવી આશા હતી. પણ અત્યારે અમે ગુજરાતમાંથી ૨૦૦૦ જેટલી વસ્તુઓને આઈડેન્ટીફાય કરી છે. ફર્નિચર સિવાય ઘંઉની સેવ પાડવાનો સંચો, ઢીંચણીયું જેવા ટીપીકલ ગુજરાતી ઘરોમાં વપરાતા સાધનો પણ અમને મળી આવ્યા હતા. વર્નાક્યુલર ફર્નિચરના મેપિંગ માટે એક આખી વિશીષ્ટ પધ્ધતિ વિકસાવી છે.  -જય ઠક્કર,ડિરેક્ટર ઓફ ડીઆઈસીઆરસી

શરુઆતમાં પટારા કે સાંગામાચી કોને કહેવાય તે ખબર નહોતી

રિસર્ચ સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્નિચરના ફોટા લઈને જતાને લોકોને પૂછતા કે આ શું છે. અમને ખબર નહોતી કે પટારો કે માચી કે સાંગામાચી કોને કહેવાય. અત્યારે અમે ૪૦૦ વસ્તુઓ અંગેની પર્ટીક્યુલર માહિતી આપતું કેટલોગ તૈયાર કર્યું છે જેમાં દરેક વસ્તુના ગુજરાતી નામને અંગ્રેજીમાં સમાવ્યા છે. -માનસી સત્યનારાયન, પ્રિન્સીપલ રિસર્ચર ફોર રાજસ્થાન

Post Comments