Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂના ઘરમાં રહેતા બિલાડી અને પક્ષીઓની ખોટ નવા ઘરમાં વર્તાશે

શહેર અને બદલાયેલી લાઇફસ્ટાઇલના પગલે લોકો ઘર બનાવવાની જગ્યાએ તૈયાર મકાનમાં રહેવા લાગ્યા છે. તે વાત દર્શાવતી શોર્ટ ફિલ્મ 'બિસ્માર ઘર'ને મુંબઇ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો છે. બિસ્માર ઘર ફિલ્મ એન.આઇ.ડી. ફિલ્મ એન્ડ વિડિયો ડિપાર્ટમેન્ટનાં સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવી છે. ૧૦૦ વર્ષ જૂના ઘરમાંથી નવા એપાર્ટમેન્ટમાં લોકો રહેવા જાય ત્યારે કેવી લાગણીઓ માનસપટ્ટ પર આવે છે તે વાત ફિલ્મમાં દર્શાવી છે. સાથે ફિલ્મકાર શ્રેયસ દશરથે કહ્યું કે, ઘર બનાવવું અને તૈયાર ઘરમાં રહેવા જવું તેમાં પણ ઘણો તફાવત હોય છે. ફિલ્મમાં જૂના ઘરની યાદો અને નવા ઘરનો ખાલીપો દર્શાવ્યો છે.
નવા ઘરમાં અબોલા સભ્યો નહીં હોવાનો વસવસો
ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં એક વૃદ્ધ દંપતીની વાત કરી છે. જેઓ પોતાના વડવાઓ દ્વારા બાંધવામાં આવેલા ૧૦૦ વર્ષ જૂના મકાનમાં રહે છે. પરંતુ ઘરની છતમાંથી પાણી પડવા જેવી કેટલીક સમસ્યાઓને લીધે તેમને આ ઘર બદલીને બીજા તૈયાર મકાનમાં રહેવાનું થઇ રહ્યું છે. તૈયાર મકાનમાં રહેવાની સારી સુવિધા છે પરંતુ જૂના ઘરમાં વસતી બિલાડી અને બાલકનીમાં આવતા પક્ષીઓની ખોટ નવા ઘરમાં વર્તાશે તેની વાત કરી છે.
લોકોની લાગણી ઘર સાથે વધારે જોડાયેલી હોય છે
શ્રેયસ દશરથે કહ્યું કે, ફિલ્મ બનાવવા માટે મેં ઘણા લોકો સાથે વાત કરી હતી કેવા વિષયો પર ફિલ્મ બનાવવા તે મુદ્દે પણ ચર્ચા કરી હતી. ત્યારે મને જાણવા મળ્યું કે, લોકોની લાગણી પોતાના ઘર સાથે જોડાયેલી હોય છે. તેથી મેં ૧૦૦ વર્ષ જૂના મકાનમાં રહેતા દંપતીની વાર્તા પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું.
જૂના ઘરની યાદોને સુંદર રીતે દર્શાવી એવોર્ડ મેળવ્યો
મુંબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીએ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે, લોકોની લાગણીને ફિલ્મમાં ખૂબ સુંદર રીતે દર્શાવી છે. લોકોના ઇમોશન ઘરવખરી સાથે કેવી રીતે જોડાયેલા હોય છે અને ત્યાના વાતાવરણમાં રહેલી ખુશ્બુ નવા મકાનમાં નથી તે વાત ફિલ્મમાં સારી રીતે દર્શાવઇ હોવાથી ફિલ્મને બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
 

Post Comments