Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણકા બદલે કે આખી માળા બદલ પણ એ પહેલાં મનમાં બાઝેલાં જાળા બદલ

આજે ટેકનોલોજીના યુગમાં ભલે શહેરોનો વિકાસ થયો હોય પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પછાત અને વિચરતી જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જેના પગલે શહેરના બુધન થિયેટરના બે કલાકાર આતિષ ઈન્દ્રેકર અને ક્રિષ્નાકાંત માચરેકર દ્વારા લોકોને જાતિવાદ અને ભેદભાવથી દૂર કરવા અને જાગૃ્રતિ લાવવા માટે બે નાટક યોજ્યા હતા. ટાંડા કે જે વિચરતી અને પછાત જાતિના ઉત્થાન માટે કામ કરે છે તેના દ્વારા આ કલાકારોને એક્શન પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં તેઓએ મુંબઈના વિષ્ણુનગર અને ગવાનગાવમાં ૧૦૦ બાળકો ૧૦ દિવસ વિવિધ એક્ટિવિટી કરી હતી. અહિં 'છોકરી અને છોકરો એક સમાન' અને 'જાતિ પર ભેદભાવ કરવાનું બંધ કરો' નાટકમાં ત્યાંની મુશ્કેલીઓને નાટક દ્વારા રજૂ કરી હતી.

આ અંગે બુધન થિયેટરના બંને કલાકારો કહે છે કે, આ બંને નાટકમાં ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ, સરકારી સુવિધા માટે મારવા પડતા વલખા, જાતિવાદ, હેલ્થ,  સ્કૂલમાં બાળકો સાથે ભેદભાવ, સસ્તા અનાજની દુકાને પડતી મુશ્કેલીઓ વગેરેને નાટક દ્વારા રજૂ કરાઈ હતી. 'છોકરી અને છોકરો એક સમાન'માં સમાનતાની વાત અને  બાળકો સાથે થતાં ભેદભાવના પગલે બાળકો સ્કૂલમાં પણ જવાનું ટાળતા હોય છે. ત્યારે નાટકમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે, શહેરને સ્વચ્છ બનાવવા કરતા પહેલાં તમારા મનને સ્વચ્છ બનાવો, કારણકે તેમાં જાતિવાદ અને ભેદભાવ ઘૂસી ગયા છે. જો મન સાફ થશે તો જાતિવાદ અને ભેદભાવ સાફ થશે.

નાટકમાં જૂના સમયને પણ વણી લેવામાં આવ્યો છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે, પહેલાંના સમયમાં અમારા પડછાયાથી અભળાતા હતા અને હવે તો સ્કૂલ, ગામમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. એક વેધક પ્રશ્ન એવો પણ આ નાટકમાં પૂછવામાં આવે છે કે, 'શું અમે ક્યારેય તમારા દિલમાં જગ્યા નહિં બનાવી શકીએ?' જ્યારે બીજુ એક 'જાતિ પર ભેદભાવ કરવાનું બંધ કરો' નામના નાટકમાં સત્ય ઘટનાને રજૂ કરવામાં આવી હતી. ગામમાં એક પછાત સમાજની વ્યક્તિનું મોત થાય છે. ત્યારે કોઈ પણ તેને સ્મશાને લઈ જવા માટે તૈયાર થતું નથી. ત્યારે તેના પરિવાર દ્વારા આક્રંદ સાથે વેદના ઠાલવવામાં આવે છે કે, 'આ તે વળી કેવું? ભલે અમે લોકોના ઘરની ગંદકી સાફ કરીએ, આખરે અમે પણ માણસ છીએ.' તેમ છતાં કોઈ મદદે આવતુ નથી. છેલ્લે બહારથી આવેલા લોકો તે મૃતકને અંતિમધામ લઈ જઈ અંતિમ સંસ્કાર કરાવે છે.
 

Post Comments