Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૯૬૨ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લદ્દાખ સુધી બાઇક રાઈડ

- બે સાહસિક શહીદ સ્મારક રિઝાંગ લા ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

- રિઝાંગ લામાં ૧૮ નવેમ્બર ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં આપણા દેશના કુમાયુ રેઝીમેન્ટના પરમવીર મેજર શેતાનસિંહ ભાટી અને તેમના ૧૨૦ જવાન વીર ગતિ પામ્યા હતા

કેટલાંક યંગસ્ટર્સ સાહસિક હોય છે અને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવા જ સાહસ સાથે ગાંધીનગરના બે સાહસિક યંગસ્ટર રાજેન્દ્રસિંહ સોલંકી અને હરદીપસિંહ જાડેજા ૬ઠ્ઠી જૂનના રોજ ૨૦થી ૨૨ દિવસ માટે લેહ-લદ્દાખના પ્રવાસે નીકળ્યા છે. જેમાં તેઓ વિશ્વના સૌથી ઉંચા ખારદુંગલા પાસ, પેન્ગોગ લેક, સ્પિતી વેલી તથા સૌથી મહત્વની વાત કે જ્યાં બહુ ઓછા લોકો જતા હોય છે અને બહુ ઓછું જાણતા હોય તે જગ્યા શહિદ સ્મારક રિઝાંગ લા(યુશુલ) જેવા અતિ દુર્ગમ વિસ્તારમાં જઈ લોકોને અવેર કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓએ કોઈ પણ જાતનું બેકઅપ વ્હીકલ પણ રાખ્યું નથી. દેશની રાષ્ટ્રીય એકતા અખંડિતતાને ટકાવી રાખવા માટે આ યંગસ્ટર્સ 'યુથ ફોર યુનિટી' અને પર્યાવરણ સંરક્ષણનો મેસેજ ફેલાવવા માટે નીકળ્યા છે.

આ અંગે વાત કરતા બંને સાહસિક કહે છે કે, મોટાભાગના લોકો ખારડુંગલા જવાનું પસંદ કરે છે અને સાહસના ભાગરૃપે ત્યાં પહોંચવું તેમનું સ્વપ્ન હોય છે. પરંતુ ત્યાં આવેલા શહીદ સ્મારક રિઝાંગ લા ખાતે બહુ ઓછા લોકો જતા હોય છે અને બહુ ઓછા લોકો જાણે છે.  રિઝાંગલ લા ખાતે જવા પરમીશન લેવી જરૃરી છે. વળી હાલમાં ભારતીય સૈનિકો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે તેનાથી લોકોને અવેર કરવા આ સાહસ ખેડયું છે. લોકોમાં રાષ્ટ્રીય એકતામાં વધારો કરવા, પર્યાવરણ સંરક્ષણનો મેસેજ આપવા, દેશપ્રેમ, ત્યાગ, બલિદાન, શૌર્ય, સાહસવીરતા જેવા જીવનમૂલ્યોને આત્મસાત પણ કરાશે. અહિં  'બલિદાન તુમ્હારા યુવા નમન હમારા' અભિયાન દ્વારા રિઝાંગ લા શહિદ સ્મારક શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.

રિઝાંગ લામાં ૧૮ નવેમ્બર ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં આપણા દેશના કુમાયુ રેઝીમેન્ટના પરમવીર મેજર શેતાનસિંહ ભાટી અને તેમના ૧૨૦ અમર શહીદ જવાન વીર ગતિ પામ્યા હતા. જેમના પાર્થિવ દેહ ફેબુ્રઆરી ૧૯૬૩ (ચાર મહિના) પછી એજ સ્થિતિમાં તેઓના પાર્થિવ દેહ મળેલા. આ પાવન બરફની ઘાટી રિઝાંગ લા ખાતે બંને રાઈડર્સ શહિદોને નમન કરવા જઈ રહ્યાં છે. ભારતના સૌથી ઉંચા એરપોર્ટ પર યુશુલને બચાવવા માટે આ સૈનિકોએ શહિદી વ્હોરી હતી. તેમની યાદમાં ગાયક લત્તા મંગેશકરે 'એ મેરે વતન કે લોગો, જરા આંખમાં ભર લો પાની' ગાયું હતું.
 

Post Comments