Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'કસરત'કરવાનો કંટાળો ટાળો

'કસરત'કરવાનો કંટાળો ટાળો
ઘ ણા લોકો વ્યાયામથી ફક્ત એટલા માટે આઘા ભાગે છે કારણ કે તેમને એવી દહેશત હોય છે કે કસરત કરવાથી ભૂખ વધી જશે અને વધુ ખાવાથી શરીર પર ચરબીના થર જામતા જશે. પણ તેમનો આ ડર પાયાવિહોણો છે. વાસ્તવમાં બેઠાડું જીવન જીવતા લોકોને જ સામાન્ય કરતા વધુ ભૂખ લાગે છે. આ લોકો અકરાંતિયાની જેમ ખાતા જાય છે અને શરીરનો મેદ વધારતા જાય છે. મધ્યમ શ્રમ પડે એવી કસરતો કરનારે આવો ડર રાખવાની બિલકુલ જરૃર નથી. કેટલાંક લોકો એમ માને છે કે એક વખત વ્યાયામ નિયમિત બનાવ્યા બાદ જો તેમાં અનિયમિતતા આવી જાય તો સુદ્રઢ બનેલાં સ્નાયુઓ મેદના સંગ્રહાલયમાં ફેરવાઈ જાય છે. આ માન્યતા પણ ખોટી છે. હા, કસરત છોડી દીધા પછી થોડા જ દિવસોમાં સ્નાયુઓ ઢીલાં જરૃર પડવા માંગે છે પણ ચરબીમાં તો બિલકુલ ફેરવાતા નથી. સ્નાયુ અને ચરબી બંને અલગ અલગ ઘટકો વડે બનેલા હોવાથી મેદ વધી જવાનો ડર રાખ્યા વિના કસરત કરતા રહેવું.

શારીરિક પીડા મટાડવા 'શેક' કરો
મ નુષ્યના શરીર પર ઠેર ઠેર સ્નાયુના પિંડો ચોંટેલા છે અને આ પિંડો પર કયારેકને કયારેક તો દુઃખાવો થવાનો જ. આ પ્રકારના દુઃખાવા દૂર કરવા માટે દર્દીઓને જાતજાતના કિમીયા અજમાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દુઃખાવાગ્રસ્ત વિસ્તારમાં શેક કરવા જેવો કમાલનો નુસખો એકેય નથી. શેક આપવાને કારણે પીડા સાવ દૂર ન થાય તો પણ રાહત તો રહે જ છે. આવું શા માટે થાય છે તેનું વૈજ્ઞાાનિક કારણ પણ સમજવા જેવું છે. પીડાગ્રસ્ત અવયવને ગરમ શેક મળવાથી એ વિસ્તારમાં ચયાપચયની ક્રિયાના દરમાં વધારો થાય છે. રક્ત નલિકાઓ પહોળી બનવાથી લોહીનો પ્રવાહ બેથી ત્રણ ગણો થાય છે. લોહીનો પ્રવાહ વધે એટલે પીડાગ્રસ્ત વિસ્તારમાં ચેપ સામે લડત આપવા માટે વધુ પ્રમાણમાં રક્ષાકોષો ઠલવાય છે. લોહીનો પૂરવઠો વધવાથી પ્રાણવાયુની માત્રા પણ વધે છે.
 

Post Comments