Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળ દિવસની ઉજવણીના ભાગરૃપે H.B. કાપડિયા સ્કૂલ ખાતે રતિલાલ

દરેક બાળક દીવાની જેમ પ્રગટી રાષ્ટ્રને અજવાળે - બાળ દિવસની ઉજવણીના ભાગરૃપે H.B. કાપડિયા સ્કૂલ ખાતે રતિલાલ બોરીસાગરના વકતવ્યનું આયોજન કરાયું હતું બાળ દિવસની ઉજવણી સાહિત્ય રત્ન સાથે થાય તે ઉદ્દેશ્ય સાથે એચ.બી.કાપડિયા સ્કૂલમાં સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના વ્યાખ્યાનનું આયોજન ધોરણ ૫થી ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરાયું હતું. તેઓ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીજીવનના કેટલાક મહત્વના પાસાઓ પ્રકાશ પાડતા કહ્યું કે, 'એક શિક્ષક તરીકે મેં શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. હાલ છઠ્ઠા ધોરણમાં આવતા પાઠ અંગે અક્ષર સુધારાની જે વાત કરી છે. તે વિદ્યાર્થીઓને આજીવન ઉપયોગી બની શકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે ખરાબ અક્ષરથી લખવામાં ઘણા ફાયદા છે પરંતુ કોઇપણ અસત્ય લાંબો સમય સુધી ટકતું નથી. સારા અક્ષરની જાહોજલાલી અનેક ઘણી છે.' પોતાના અભ્યાસ અંગેની વાતોને વાગોળતા તેઓ કહે છે કે,'હવે શાળામાં ગણવેશ ફરજિયાત બન્યા પરંતુ હું જ્યારે શાળામાં જતો ત્યારે મારી જોડે એક જોડી કપડા જે આખું વર્ષ પહેરતો. અમારા સમયમાં ગણવેશ ન હતા એટલે મારી સાથેના બીજા વિદ્યાર્થીઓ દરરોજ નવા કપડા પહેરી લાવતા પરંતુ આજે ગણવેશથી એકતા અને એક સમાનતા જોવા મળે છે તે સારી બાબત છે.' સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં જન્મેલા રતિલાલ બોરીસાગરે સાહિત્યિત સંપાદનઃવિવેચનાત્મક અધ્યયન વિષય પર ડૉક્ટરેટની પદવી મેળવી છે. તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ છે. તેઓ વકતવ્યમાં વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિત્વને અનુરૃપ આગળ વધવંુ જોઇએ તેવું કહેતા જણાવે છે કે, દરેક બાળક કોઇ છુપી શક્તિ લઇને જન્મે છે. એ વાત સત્ય છે કે દરેકને સારી તક મળતી નથી. પરંતુ તમારા વ્યક્તિત્વને અનુરૃપ તમને શું ગમે છે. તમને રસ શેમાં છે, તે કેળવો. તમારે વિચારવાનું છે કે તમારી પાસે શું છે? તે વિકસાવવાની જરૃર છે. તમે બધા કોડિયાં માના દીવા છો જેમણે આપણા રાષ્ટ્રમાં અજવાળા પાથરવાના છે.

 

Post Comments