Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરવિંદ રચિત મહાકાવ્ય 'સાવિત્રી' જગતના રૃપાંતર માટેનો મંત્ર છે

મહાભારતના વન પર્વના ૨૪૮ અધ્યાયના મૂળ ૭૦૦ શ્લોકોનું શ્રી અરવિંદે આશરે ૨૪,૦૦૦ પંક્તિમાં સાવિત્રી મહાકાવ્યની રચના કરી છે
વિશ્વકોશ ટ્રસ્ટના લલિતકલા કેન્દ્રના ઉપક્રમે 'મઈંહષ અરવિંદ રચિત મહાકાવ્ય સાવિત્રી'ની કાવ્ય, સંગીત અને નાટયપઠનની પ્રસ્તુતિ થઈ હતી. આ પ્રસંગે શ્રી અરવિંદ વિશે વક્તવ્ય પણ રાજેન્દ્ર પટેલે આપ્યું હતું. તેઓએ વક્તવ્ય આપતા કહ્યું કે સાવિત્રી એક મહાકાવ્ય છે. શ્રી અરવિંદે તે અંગ્રેજી ભાષામાં રચ્યું છે. મહાભારતના વન પર્વના ૨૪૮ અધ્યાયના મૂળ ૭૦૦ શ્લોકોનું શ્રી અરવિંદે આશરે ૨૪,૦૦૦ પંક્તિમાં સાવિત્રી મહાકાવ્યની રચના કરી છે. આ કાવ્ય એક પ્રતિક છે, જે જગતનાં રૃપાંતર માટેનો એક મંત્ર છે એમ મનાય છે. કુલ ૩ ખંડ, ૧૨ પર્વ, ૪૯ સર્ગ દ્વારા પૃથ્વી ઉપર દિવ્યતાની સ્થાપનાનો આલેખ છે. સાવિત્રીએ દિવ્યપ્રકાશ અને જ્ઞાાનની દેવી છે. મૃત્યુ અને અવિદ્યામાં જકડાયેલા સત્યવાન માટે નીચે આવે છે અને તે મુક્તિ અર્પે છે. આમ સાવિત્રી એક રૃપાંતરની કથા છે. પ્રેમ અને એકત્વની અનુભૂતિ એ જ જીવન છે. એ પરમ સત્ય એના દ્વારા રજૂ થાય છે. સાવિત્રીની કાવ્યસંગીત દ્વારા પ્રસ્તુતિ થઈ. જેનું સંગીત મોનિકા શાહે આપ્યું અને નિર્દેશન ચારુગીતા રવીન્દ્ર શુક્લએ કર્યું હતું.

Post Comments