Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૦૦ આર્ટિસ્ટે કલા અને સાંસ્કૃતિક વારસાને વિન્ટેજ કાર પર જીવંત કર્યો

૧૦૦ આર્ટિસ્ટે કલા અને સાંસ્કૃતિક વારસાને વિન્ટેજ કાર પર જીવંત કર્યો
શહેરમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે રિવરફ્રન્ટ ખાતે કાટસ્ટ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં વિન્ટેજ કાર્સ અને આર્ટ ગેલરીનો અદભુત મેળાવડો જોવા મળ્યો હતો છે. અમદાવાદમાં થઇ રહેલા આ ઇવેન્ટમાં ૧૦૦ આર્ટીસ્ટ દ્વારા ઓટોમોબાઇલ થીમ પર કેન્વાસ પેન્ટિંગ થયા હતા. જેનું પ્રદર્શન રવિવારે કરવામાં આવશે.
અજમેર, ભીલવાડા, ચિત્તોડ, ઉદયપુરમાં કળાનો રંગ પ્રસરાવતી  આ યાત્રા હાલ અમદાવાદ આવી પહોચી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદ શહેરની કળાને પુર્નઃજીવીત કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા હાલના આર્ટની દુનિયાના ઉગતા સિતારઓને એક ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. આ ઇવેન્ટ અંગેની વાત કરતા ઇવેન્ટના ફાઉન્ડર હિમાંશુ જાંગીડ કહે છે કે આ કાર્યક્રમમાં અભય મંગળદાસ, ખુશ્બુ બગ્ગા, રતિલાલ કાંસોદરિયા, વૃંદાવન સોલંકી અને નટુ મિી જેવા આર્ટીસ્ટ હાજર રહેશે. તથા સાથે સાથે અમદાવાદની સી એન ફાઇન આર્ટ અને એમએસ યુનિવસટીના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
એક કન્ટેનર લઇને તેની સાથે શહેર શહેર ફરતા અન્ય ૧૫ ટીમ મેમ્બર લઇને ચાલતા આ એક્ઝિબિશનનું આયોજન જયપુર બેઝ્ડ કાટસ્ટ ગૃપ દ્વારા કરાયુ હતુ. જેની શરુઆત ૪ નવેમ્બર ૨૦૧૭માં થઇ છે. આ કાટસ્ટ યાત્રા દેશમાં ૯૧૦૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. જેમાં વિવિધ વ્હીકલને આર્ટીસ્ટીક ટચ આપી દુનિયાભરમાં ફેરવાઇ રહ્યા છે. આ કાટસ્ટ યાત્રા દેશભરના પ્રમુખ અને હેરિટેજ શહેરોને કવર કરીને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી આગળ વઘી રહી છે. કાલે આ એક્ઝિબિશનમાં એક શિંપિંગ કન્ટેનર આર્ટ ગેલેરીમાં ફેરવાશે.
 

Post Comments