Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૩ સ્ટુડન્ટે થ્રીડી પ્રિન્ટર દ્વારા આર્ટિફિશિયલ હાથ તૈયાર કર્યો

દિવ્યાંગો AI હાથ પહેરીને પેન, પેન્સિલ અને બોટલ ઉપાડી શકશે

એલ.ડી.એન્જિનિયરિંગના સ્ટુડન્ટસે ખૂબ ઓછા ખર્ચે બાયોમેટ્રિક હેન્ડ તૈયાર કર્યો

 

દિવ્યાંગોને હાથ ન હોવાની તકલીફનાં કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એલ.ડી. એન્જિનિયરિંગનાં ત્રણ સ્ટુડન્ટસ ઉમંગ, મિલી અને શ્રદ્ધાએ દિવ્યાંગો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી બેઝ હાથ બનાવ્યો છે. હાથ પ્લાસ્ટિક જેવા સામાન્ય મટીરિયલને સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે સ્ટુડન્ટસે રિસર્ચ પણ કર્યું હતું.

ડિઝાઇન તૈયાર કર્યા બાદ પ્લાસ્ટિકમાંથી હાથ બનાવ્યો છે. જેને બાયોમેટ્રિક હેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય હાથની જેમ એ.આઇ. હાથ પણ પેન્સિલ કે બોટલને સહેલાઇથી પકડી શકે તે માટે વિવિધ સેન્સરનો પણ ઉપયોગ કરાયો છે. સામાન્ય હાથની જેમ જ આ હાથથી કામ થશે. જેથી દિવ્યાંગો પણ સામાન્ય પ્રવૃતિ સહેલાઇથી કરી શકશે. હાથને રીસાઇકલ પણ કરી શકાય છે.

સામાન્ય વ્યક્તિને પરવડે તેવી કિંમત રાખવામાં આવશે

વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બેઝ હાથ બનાવતી બે કંપનીઓ છે. જેની કિંમત આશરે ૧૨ લાખ જેટલી છે. જ્યારે સ્ટુડન્ટસ હાથ બનાવવા માટે થ્રીડી પ્રિન્ટિગ મશીનનો ઉપયોગ કરાયો હોવાથી હાથની કિંમત ૮ હજાર જેટલી હશે. હાથને વધારે કાર્યક્ષમ બનાવવા માટે તેમાં બીજા કેટલાક સેન્સર ઉમેરી શકાશે.

દિવ્યાંગોની સમસ્યા વિશે વિચાર્યું હતું

દિવ્યાંગ લોકોને ક્યારેક કેટલીક વસ્તુ પકડવા માટે બીજાની સહાયતા લેવી પડતી હોય છે અથવા તો તે પકડી શકતા નથી. તેમની સમસ્યાનું નિવારણ લાવવા માટે અને સસ્તા એ.આઇ. હાથ બનાવવાનું વિચાર્યું હતું. તેના માટે અમારે સૌથી વધારે કામ મટીરિયલ પર કરવાનું હતું. મટીરિયલ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો હોવાથી હાથ પ્રમાણમાં ખૂબ સસ્તો બન્યો છે. - ઉમંગ, મિલી અને શ્રદ્ધા

Post Comments