Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાથી દેવિકા ધુ્રવે યુ.કે.ની નયના પટેલને બ્લોગ ૫ર પત્રો લખ્યા

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ 'ગ્રીડસ' અને ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભવન્સ કોલેજમાં દેવિકા ધુ્રવ અને નયના પટેલનું પ્રદાન-પરિસંવાદ યોજ્યો
અત્યાર સુધી વિશ્વના જુદા-જુદા સ્થળે પ્રવાસ ગયેલા પ્રવાસીઓેએ ઘણા નિબંધો કે વાતો લખાઇ હશે પરંતુ ૩૫-૪૦ વર્ષ વિદેશમાં રહ્યા પછી સંઘર્ષ વેઠીને અનુભવેલી સારી- ખોટી તમામ અનુભૂતિઓ અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાઈ હોય તેવું પ્રથમ વખત દેવીકા ધુ્રવ અને નયના પટેલ નામની બે સહેલીના કિસ્સામાં બન્યું છે. પ્રથમ વખત દેવીકા ધુ્રવ(અમેરિકા) અને નયના પટેલ(યુ.કે.)થી એકબીજાને ફોનના બદલે બ્લોગ પર પત્રવ્યવહારથી તેઓએ સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, કૌટુંબીક વાતો  યુ.કે. અને અમેરિકાની વિકટ અને નિકટની ચર્ચા પોતાના પત્રોમાં સાહિત્યક રીતે આલેખી છે અને જેને ડાયસ્પોરા સાહિત્યસર્જનના સંશોધક બળવંતભાઈ જાનીએ એમની ગ્રીડ્સ સંસ્થાની ગ્રંથમાળાના માધ્યમથી આ પત્ર શ્રેણીને પુસ્તક સ્વરૃપે 'આથમણી કોરનો ઉજાસ' સ્વરૃપે પ્રગટ કરી છે.
આ બે સહેલીના પત્રોની બૂકસ આથમણી કોરનો ઉજાસના વિમોચન માટે ગઈકાલે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ 'ગ્રીડસ' અને ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભવન્સ કોલેજમાં દેવિકા ધુ્રવ અને નયના પટેલનું પ્રદાન-પરિસંવાદ યોજ્યો હતો.
દર શનિવારે નિયમિત બ્લોગ પર પત્ર લખતા  
મારો લખવાનો શોખ હંમેશા અવિરત રહ્યો છે અત્યાર સુધી મેં ૩ કાવ્યસંગ્રહ અને બે અંગ્રેજીમાં બૂક્સ લખી છે. પરંતુ ૨૦૧૬માં મને વિચાર આવ્યો કે યુ.કે.માં રહેતી મારી એક મિત્ર નયનાને હું પત્ર વ્યવહાર કરુ અને તે બહાને ગુજરાતી ભાષાનું મહત્વ વધશે અને મેં ૨૦૧૬ના જાન્યુઆરી મહિનાના પ્રથમ શનિવારે પહેલો પત્ર બ્લોગ પર નયનાને લખ્યો અને ત્યારબાદ અમે દર શનિવારે નિયમિત પત્ર વ્યવહાર શરુ કર્યો અને જોતા જોતામાં એક વર્ષમાં બાવન પત્ર બ્લોગ પર લખ્યા. -- દેવિકા ધુ્રવ, યુએસએ

અમે લેખનશૈલીને જાળવી રાખી
સોશિયલ મીડિયાના જમાનામાં અમે ધારત તો ટેલિફોનિક વાત પણ કરી શકતા હતા પણ ગુજરાતી સાહિત્યની સાથે સાથે અમારે પોતાની લેખનશૈલીને પણ જાળવી રાખવી હતી જેથી અમે એક-બીજી સહેલીને પત્રો લખલાનું શરુ કર્યું, ઘણી વખત મારી પર કોઈ આફત આવી પડી હોય કે હું દુઃખમાં હોઉ તો તેનો જવાબ અને નિકાલ પણ દેવિકા મને પત્ર દ્વારા કરી આપતી હતી. દર શનિવારે લખાયેલા આ પત્રોનો એક સંગ્રહ લોકો સુધી પહોંચે તે હેતુથી અમે આથમણી કોરનો ઉજાસનામની બૂક્સમાં પબ્લિશ કરી છે.
નયના પટેલ, યુ.કે.
 

Post Comments