Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવાઈયન ગિટારને શાસ્ત્રીય સંગીતમાં સમાવનાર પં. બ્રિજ ભુષણ કાબરાની વિદાય

હંગેરિયન ગિટારને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સમાવવામાં પંડિતજીનો ફાળો અગ્રગણ્ય

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામેલા અને ભારતીય શાસ્ત્રીય સંગીતના અનમોલ રત્ન સમા પંડિત બ્રિજ ભુષણ કાબરાજીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. હંગેરિયન ગિટારનો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સમાવવામાં તથા તેને લોકપ્રિયતા અપાવવામાં પંડિત બ્રિજ ભુષણનો ફાળો અગ્રગણ્ય છે. પંડિતજીને નજીકથી જાણતા કેટલાક સંગીતપ્રેમીઓના તેમની સાથેના સંસ્મરણો તેમના જ શબ્દોમાં...

સંગીતમાં ખબર ન પડતી હોય તેને પણ સરળ ભાષામાં સમજ આપી શકવાની કુશળતા પંડિતજીમાં હતી

હું તેમની સાથે છેલ્લા ૩૨ વર્ષથી સંકળાયેલો છું. તેઓ એક મહાન કલાકાર હોવા છતાં ખૂબ વિનમ્ર હતા. જેને સંગીતમાં ખબર ન પડતી હોય તેને પણ સરળ ભાષામાં સંગીતના સૂરોની સમજ આપી શકતા.

-શિશીર ભટ્ટ, સંગીતકાર

 

કોલ ઓફ ધ વેલીની ગણના આજે પણ મહાન રચના તરીકે થાય છે

હવાઈયન ગિટાર જેવા વાદ્યને શાસ્ત્રીય સંગીતમાં સમાવનાર એટલે બ્રિજ ભુષણ મહેતા. હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા અને બ્રિજ ભુષણ કાબરાએ ૧૯૬૭ બહાર પાડેલું ક્લાસિકલ આલબમ કોલ ઓફ ધ વેલી આજની તારીખ સુધીમાં એક મહાન રચના ગણાય છે. મહિયર ઘરાનાના એકમાત્ર ગિટારવાદક હતા. અમે તેમને પ્યારથી ગુલાજીકાકા કહીને બોલાવતા. - ઈમુ દેસાઈ, મેન્ડોલિનવાદક

 

તેમની વિદાયથી ભારતીય શાસ્ત્રીય સંગીતને બહુ મોટી ખોટ પડી છે

પંડિત બ્રિજ ભુષણ કાબરાની વિદાયથી ભારતીય શાસ્ત્રીય સંગીતને બહુ મોટી ખોટ પડી છે. તેઓ એક સાચા સંગીતકાર હતા અને આજીવન પોતાના સંગીતને વફાદાર રહ્યા હતા. મારા કોલેજ ટાઈમથી હું તેમની સાથે સંકળાયેલો છું અનેક જગ્યાઓએ તેમની સાથે પરફોર્મ કરવાની મને તક મળી છે. મારા માટે તેઓ મારા ગાઈડિંગ ગુરુ હતા.  - ઉસ્તાદ ફઝલ કુરેશી, જાણીતા તબલાવાદક

 

અમારા જેવા કલાકારોએ પિતાતુલ્ય છત્રછાયા ગુમાવી

હું તો બાળપણથી મારા પિતાજી સાથે સંગીતના કાર્યક્રમો માટે તેમની સાથે ફરતો હતો. તેઓ સંગીતકાર તો ઉત્તમ હતા જ પણ સાથે ઉત્તમ વ્યક્તિ પણ હતા.તેમના ઘરમાં તેમને જ્યારે પણ મળવાનું થયું ત્યારે મેં તેમને રિયાઢ કરતા જ જોયા જ છે. તેમના જેવા કલાકારના જવાથી સંગીતને તો ખોટ પડી જ છે પણ અમારા જેવા કલાકારોએ પિતાતુલ્ય છત્રછાયા ગુમાવી છે. - શૌકત હુસૈન ખાન, વોકલિસ્ટ

 

પંડિતજી રિયાઝના બહુ પાક્કા હતા

તેઓ રિયાઝના બહુ પાક્કા હતા અને તેમને સંગીતની બહુ ઊંડી સમજ હતી. તેઓ બિલકુલ ચોખ્ખું બોલવા વાળા હતા. કોઈની ખૂબીના બહુ સારી રીતે વખાણ કરી શકતા અને કોઈ ખામી દેખાય તો પણ સાફ શબ્દોમાં તેને જણાવી દેતા. હું જ્યારે રિયાઝ કરતી ત્યારે પણ તેઓ મને ગાઈડ કરતા.  તેમને પગની તકલીફ હોવા છતાં સપ્તક દરમિયાન તેઓ સ્ટેજ પર જઈને કલાકારોને બિરદાવતા તે કાયમ યાદ રહેશે. - વિદુષી મંજુબેન મહેતા, સપ્તક

રાગને કઈ રીતે જમાવવો તે તેમને ખૂબ સુંદર આવડતું

એ સમયમાં જ્યારે ગુજરાતમાં એટલું શાસ્ત્રીય સંગીત પ્રચલિત નહોતું એવા સમયમાં પોતાના ગિટારવાદનથી તેમણે આગવી છાપ ઉભી કરી હતી. જ્યારે  તે વાદન કરવા બેસતા ત્યારે કોઈ રાગને કઈ રીતે જમાવવો તે તેમને ખૂબ સુંદર આવડતું. - હેમંત ભટ્ટ, પખાવજ વાદક

Post Comments