Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક્ટિંગનું સરનામું મહાનાયક @75 Notout

આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનનો આજે ૭૫મો જન્મદિવસ છે. જેને કોઇ દિવાર કે જંજીર બાંધી શકી નથી એવા એંગ્રી યંગ મેને ૧૯૬૯થી બોલિવૂડમાં કરિયરની શરૃઆત કરી. આજે સ્ટાર ઓફ મિલેનિયમ અને બિગ બી જેવા ઉપનામથી જાણીતા આ શહેનશાહના ફેન્સની યાદી લાંબી છે પરંતુ આજે અમિતાભ બચ્ચનના જન્મદિવસે અમદાવાદના એવા 'બચ્ચન ફેન્સ'ની વાત કરવી છે જેઓ આ મહાનાયકના નામે ઘરમાં મંદિર બનાવ્યું છે તો કોઇ કે આજીવન બચ્ચન જેવા દેખાવવાનો નિર્ણય કર્યો છે તો કોઇ કે અમિતાભના ૭૫મા જન્મ દિવસે ૭૫ ઓટોગ્રાફનું ક્લેક્શન કરી લિમકા બૂક ઓફ રેકોર્ડમાં નામ નોધાવ્યું છે.
બચ્ચનની શરાબી ફિલ્મ જોઇ હું તેમનો ફેન બન્યો અને આજે તેમનું મંદિર બનાવ્યું છે
અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે ગાભાજી વેરાજી નામના એક બચ્ચન પ્રેમીએ બચ્ચનની દીવાનગીમાં બચ્ચન મંદિર બનાવડાવ્યું છે. તેઓ દરરોજ આ મંદિરમાં રહેલા અમિતાભના ફોટાની પૂજા કરે છે અને ત્યારબાદ જ પોતાની દુકાન અમિતાભ પાન પાર્લર પર બેસે છે. તેઓ કહે છે કે, મેં શરાબી ફિલ્મ જોઇ ત્યારથી જ હું બચ્ચનનો ફેન બની ગયો છું. તમે એવું જરૃર કહી શકો કે મને બચ્ચનથી પ્રેમ છે. મંદિર અંગેની વાત કરતા ગાભાજીએ કહ્યુ કે, એક વર્ષ પહેલા બચ્ચનનું મંદિર લાકડાથી બનેલું હતું પરંતુ ભક્તોની સંખ્યા વધતા ત્યારબાદ તેમણે આરસનું મંદિર બનાવ્યું. ગાભાજીએ અમિતાભ બચ્ચનના ઘરની એક વાર મુલાકાત લીધી હતી તેમજ ૨૦૧૦થી ગાભાજી તથા તેમના જોડીદાર અલ્પેશ પ્રજાપતિ કેબીસીમાં છેલ્લા ૭ વર્ષથી સતત તેમને મળી રહ્યા છે. ગાભાજી તથા અલ્પેશભાઇ તેમની બચ્ચન સાથેની મુલાકાત વખતના અનુભવને વર્ણવતા કહે છે કે તેમને મળતા પહેલા મનમાં થોડો કચવાટ હતો કે, અમિતાભ બચ્ચન કે જે ખુદ આટલી મોટી હસ્તી છે અને તે આપણને કેવો પ્રતીભાવ આપશે? પણ તેમનો આદરણીય વ્યવ્હાર તેમજ તેમની સહજતા જોઇને હું તેમનો વધારે મોટો ફેન બની ગયો. એક ખાસ વાત તો એ છે કે ગાભાજી પોતાનો જન્મદિવસ ઉજવે કે ના ઉજવે પરંતુ તેઓ દર વર્ષે ફુગ્ગા, ચોકલેટ તથા કેક કાપીને બચ્ચન સાહેબનો જન્મદિવસ ધુમધામથી ઉજવે છે. આ વર્ષે પણ અમિતાભ બચ્ચનના ૭૫મા જન્મદિનની વિશેષ ઉજવણી કરવા માટેની તૈયારી કરી છે.
એંગ્રી યંગ મેનના  ૭૫મા જન્મ દિવસે ૭૫ ઓટોગ્રાફ સાથે લિમકા બૂકમાં  સ્થાન
૨૦૧૫મા બચ્ચન પરિવારની છેલ્લી ત્રણ પેઢીના લેટરનો સંગ્રહ ધરાવનાર એન.એન ભંડારીને લિમકા બૂક આફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અમિતાભ બચ્ચનને તેઓ ભગવાન સમાન માને છે. એન.એમ. ભંડારીએ અમિતાભ બચ્ચન સાથે ચાર વાર મુલાકાત કરી છે. તે અંગે તેઓ કહે છે કે હું બચ્ચન પાસેથી બે ખાસ વાત શીખ્યો, એક તો ઘમંડ ક્યારેય ન રાખવો અને બીજી કે દરેક વ્યક્તિઓ સાથે નમ્રતાથી વર્તવું. આવા બે ગુણો અમિતાભ બચ્ચનની જેમ તેમણે પણ પોતાનાં જીવનમાં અમલમાં મૂક્યા છે. કુલી ફિલ્મમાં અમિતાભને થયેલી ઈજા પછીનાં ઈન્ટરવ્યુ દરમિયાન અમિતાભનો ઈન્સાન અપને આપકો સમજ લે યહીં લાઈફ કા સબસે બડા એવોર્ડ હૈ... આ ડાયલોગ મારા હૃદયને સ્પર્શી ગયો અને તેને મેં મારા જીવનમાં અમલમાં મૂકી દીધો છે. તેઓએ તેમના પત્નીનું નામ બદલીને કાયદાકીય રીતે જયા રાખ્યું છે તેમજ તેમની દીકરી શ્વેતા રાખ્યું છે. એન.એમ. ભંડારી અમિતાભ બચ્ચનનાં વેલ વિશર છે. તેઓ બચ્ચન ના હોય તેવી એકપણ ફિલ્મ નથી જોતા. તેમણે અમિતાભ બચ્ચન અભિનિત કભી-કભી ફિલ્મ ૧૦૦ વાર જોઈ છે.
બચ્ચન સાહેબનાં એક અનોખા ફેન કે જે તેમને ભગવાન સમાન ગણે છે. તેવા અરવિંદ પટેલ કહે છે કે મને ભગવાને અમિતાભ બચ્ચનનાં ચહેરાની સામ્યતા ઉપરાંત જ્યોતિષ શાની રીતે તેમજ નંબરોની રીતે પણ મારી અને અમિતાભની ૧૫થી ૨૦ સામ્યતાઓ રહેલી છે. મારા ચહેરાને હું ઓળખતો નહોતો પણ તેમણે મને દુનિયામાં તેમના થકી ઓળખ અપાવી છે. હું દુનિયામાં જ્યાં પણ ગયો છું ત્યાં લોકો મને બચ્ચન સાહેબનાં નામથી તથા ફોટા પડાવી સંતોષ વ્યક્ત કરે છે અને આ દ્રષ્ટાંતથી લાગે કે બચ્ચન સાહેબને દુનિયા ખૂણે ખૂણે ઓળખે છે તથા તેની લોકપ્રિયતા કેટલી છે તેનો ખ્યાલ અપાવે છે.  કેબીસીમાં જ્યારે અરવિંદ પટેલ આડિયન્સ તરીકે મળ્યા ત્યારે તેમણે અરવિંદભાઈને આપ મેરે હમશકલ હો તેવું બિરુદ આપ્યું. તે સાથે અરવિંદભાઈ કહે છે કે તેમની આ ૭૫મી વર્ષગાંઠ પર તેમની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે મહાદેવને પ્રાર્થના કરું છું કે મારા તરફથી તેમને શુભેચ્છા પાઠવું છું.
ગીતામંદિર વિસ્તારમાં રહેતા સનતભાઈ ડાભી છેલ્લા ૪૦ વર્ષથી અમિતાભ બચ્ચનનાં ખૂબ જ મોટા ચાહક છે. તેઓ અમિતાભ બચ્ચનને ચાર વાર મળી ચૂક્યા છે. તેઓએ અમિતાભ બચ્ચનનાં એટલા મોટા ચાહક છે કે તેમણે અમિતાભ બચ્ચનનનાં કલેક્શન રૃપે તેમણે અમિતાભ બચ્ચનના ૧૫૦ ફિલ્મની વીડિયો સીડી તેમજ ૬,૦૦૦ જેટલા ફિલ્મી મેગેઝીન પોસ્ટરો, તેમના તમામ ગીતોનો તેમજ અમિતાભ બચ્ચનનાં સ્વહસ્તે લખેલા પત્રોનો સંગ્રહ કર્યો છે.  

 

Post Comments