Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો

- ભવિષ્યમાં ટ્વિન્સ બહેનો રિસર્ચ સાયન્ટિસ્ટ બનવા માગે છે

અમદાવાદ, તા. 28 મે 2018, સોમવાર

અહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી અને આંચલ પટેલના જન્મ દિવસે જ અનોખી ગિફ્ટ મળી છે.

આજે સવારે ધોરણ ૧૦ની બોર્ડ એક્ઝામનું પરિણામ આવ્યું ત્યારે બન્ને બહેનોને એ-૧ ગ્રેડ મળ્યો જેની ખુશી પાર ન રહ્યો.

નાનપણથી એક સરખી મહેનત, એક સરખો શોખ અને એક સરખો ગોલ ધરાવનાર ટ્વિન્સ બહેનોને જોઇને મિત્રો અને સ્કૂલવાળા જ નહીં પરંતુ સગાસંબંધીઓ ઓળખવામાં થાપ ખઇ જાય છે. બન્ને બહેનો ભવિષ્યમાં ફિઝિક્સમાં વધુ અભ્યાસ કરવા ફોરેન જવું જ્યાં તેઓ રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા માગે છે.

બન્ને બહેનો એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઇ છે આ અંગે વાત કરતાં તેઓ કહે છે કે અમારો માત્ર ગ્રેડ સરખો આવ્યો છે એવું નથી પરંતુ અમને તમામ વસ્તુઓ કોમન છે જેમ કે, અમારો ગમતો વિષય મેથ્સ છે, અમારો નેવી બ્લૂ ફેવરિટ કલર છે, અમે રોજ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી વાંચતા, અમને કુદરતી ચિત્રો દોરવાનો શોખ છે વગેરે વગેરે.

Keywords A1,grade,in,standard,10,

Post Comments