Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેરિટેજ સાઇટની મુલાકાત લઇ તેનું સ્ટ્રક્ચર સમજીને સ્કેચ તૈયાર કર્યા

એનઆઇડી ખાતે સમર વર્કશોપમાં તૈયાર થયેલા વર્કનું ડિસપ્લે યોજાયું

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ખાતે સમર વર્કશોપ દરમિયાન જાપાનીઝ પદ્ધતિ ઓરેગામી પેપર કટિંગ આધારિત વર્કશોપ યોજાયો હતો. ઓરેગામી એન્ડ એનિમેશન વર્કશોપમાં સ્ટુડન્ટસે પેપર ફોલ્ડિંગ ડિઝાઇન બનાવીને તેમાંથી સ્ટોરી ટેલિંગ મ્યુરલ તૈયાર કર્યા હતા.

જ્યારે ગ્લિમપ્સ થુ્ર સ્કેચિંગમાં સ્ટુડન્ટસે હેરિટેજ સાઇટની મુલાકાત લઇ તેનું સ્ટ્રક્ચર સમજીને સ્કેચ તૈયાર કર્યા હતા. ઉપરાંત બીજા વર્કશોપમાં સ્ટુડન્ટસને બેઝિક નોલેજથી માહિતગાર કરાયા હતા. જેમાં ફોટોગ્રાફી, ગ્લિમપ્સ થુ્ર સ્કેચિંગ, સ્ટોરી ટેલીંગ થુ્ર પોડકાસ્ટ, વેબસાઇટ ડિઝાઇનીંગ જેવા વર્કશોપ પણ યોજાયા હતા. જેનાં દ્વારા સ્ટુડન્ટસને વિવિધ આર્ટની સમજ આપવામાં આવી હતી. આગામી સમયમાં ૨૮મેથી ૧ જુન સુધી બીજા વર્કશોપનું આયોજન કરાશે.

૨૬ સ્ટુડન્ટે ૨૬ સ્કેચબૂક પણ તૈયાર કરી

હેરિટેજ સિટી ગ્લિમપ્સ થુ્ર સ્કેચિંગ વર્કશોપમાં સ્ટુડન્ટસે શહેરના હેરિટેજ સ્મારકોનાં સ્કેચિંગ બનાવ્યા હતા. સ્કેચ બનાવવા માટે સ્ટુડન્ટસે ભદ્રફોર્ટ, જામા મસ્જિદ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને પોળોની મુલાકાત લીધી હતી. ડિસપ્લે થયેલા સ્કેચ ઉપરાંત દરેક ૨૬ સ્ટુડન્ટે ૨૬ સ્કેચબુક પણ તૈયાર કરી હતી.

૩ડી ફ્લિપ બૂક સ્ટોરી ઓેરેગામી એનિમેશનથી બનાવી

સામાન્ય રીતે ઓરેગામી અને એનિમેશન પદ્ધતી એક બીજાથી તદ્દન જુદી છે. જ્યારે એનઆઇડીમાં સ્ટુડન્ટસને ઓરેગામી સાથે એનિમેશન એકસાથે શીખવવામાં આવી હતી. જેના દ્વારા સ્ટુડન્ટસે ૩ડી ફ્લિપ બુક સ્ટોરી અને સ્ટોરી ટેલીંગ પેપર મ્યુરલ તૈયાર કર્યા હતા. ઉપરાંત પેપર આર્ટ દ્વારા મુવી બનાવતા શીખ્યા હતા.

સબ્જેક્ટ, એંગલ અને ક્લિક સમજી ફોટોગ્રાફી કરી

ફોટોગ્રાફી વર્કશોપમાં સ્ટુડન્ટસને સામાન્ય કેમેરા કે મોબાઇલથી સ્ટ્રીટ ફોટોગ્રાફીનું નોલેજ આપવામાં આવ્યું હતું. ફોટોગ્રાફી વર્કશોપમાં સ્ટુડન્ટસને ટેકનિકલ નોલેજ સાથે સબ્જેક્ટ, એંગલ અને ક્લિક મુખ્ય ત્રણ વસ્તુ જેવી ત્રણ વસ્તુની સમજ આપવામાં આવી હતી. જેના દ્વારા સ્ટુડન્ટસે સ્ટોરી ટેલિંગ ફોટોગ્રાફી કરી હતી.

Post Comments